અપોલો ટાયર્સ દ્વારા ટ્રક ચાલક સમુદાયના આરોગ્યમાં સુધારો કરવા માટે વર્ષ 2000માં હેલ્થકેર પ્રોગ્રામ શરૂ કરવામાં આવેલ છે. આ સીમાચિહ્નરૂપ કાર્યક્રમના 25 વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણી કરવામાં આવી રહી છે. આ નિમિત્તે યોજાયેલા એક, કાર્યક્રમમાં અપોલો ટાયર્સ લિમિટેડના ચીફ મેન્યુફેક્ચરિંગ ઓફિસર રાજીવકુમાર સિંહા અને વાઇસ પ્રેસિડેન્ટ કોમર્શિયલ (ભારત, સાર્ક, દક્ષિણપૂર્વ એશિયા)ના રાજેશ દહિયા અને ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ કુલતરન સિંઘ અટવાલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉજવણી કાર્યક્રમ દરમિયાન ‘ટ્રકર્સ-ધ બેકબોન ઓફ અવર સપ્લાય ચેઇન’નામનું શ્વેતપત્ર પ્રકાશિત થયું હતું, જેમાં ટ્રક ચાલકોના જીવનના મુખ્ય પાસાઓ – તેમના પડકારો, જોખમો અને જીવનની એકંદર ગુણવત્તાને ઉજાગર કરવામાં આવે હતી. તેમના અંગેનો અભ્યાસ દર્શાવે છે કે 74 ટકા ટ્રક ડ્રાઇવરો ટેકનોલોજીના માધ્યમથી રસ્તા પર મેડિકલ સહાય મેળવવાની અપેક્ષા રાખે છે. 74 ટકા ડ્રાઇવરો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે, તેમની સુખાકારી અને તેમની કાર્યક્ષમતા સુધારવા માટે ડિજિટલ સાધનોનો ઉપયોગ કરવાની આ તક છે. આ નિમિત્તે લોન્ચ કરાયેલ એપોલો ટાયર્સની ‘સ્વસ્થ સારથી’ એપ ટ્રક ડ્રાઇવરોને મુસાફરી દરમિયાન મેડિકલ સહાય આપવા માટે બનાવવામાં આવી છે. તેની મુખ્ય વિશેષતાઓમાં ડોકટરો સાથે વિડિયો મુલાકાત અને નજીકના એપોલો ટાયર હેલ્થકેર સેન્ટરની માહિત સામેલ છે. કંપનીને અપેક્ષા છે કે, આ એપ તેના પ્રારંભિક તબક્કામાં લગભગ 10,000 ટ્રક ડ્રાઇવરોને મદદરૂપ થશે. વર્ષ 2000માં હેલ્થકેર કાર્યક્રમની શરૂઆત થઈ ત્યારથી, અપોલો ટાયર્સ ફાઉન્ડેશન ટ્રક ચાલક સમુદાયમાં 11 મિલિયનથી વધુ લાભાર્થીઓ સુધી પહોંચ્યું છે, એક હજારથી વધુ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કર્યું છે. આ ઉપરાંત 21 રાજ્યોમાં 34 હેલ્થકેર કેન્દ્રોની સેન્ટર્સ શરૂ કર્યા છે.
