ગાંધીનગરમાં નવા મંત્રીમંડળના શપથ ગ્રહણ સમારોહમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની ધારાસભ્ય રીવાબા જાડેજાએ પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતાં. (PTI Photo)

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કેબિનેટમાં મોટાપાયે કરેલા ફેરફારમાં અગાઉની કેબિનેટના 10 પ્રધાનોને પડતા મૂકવામાં આવ્યાં હતાં, જ્યારે 19 નવા ચહેરોનો સમાવેશ કરાયો હતો. અગાઉની કેબિનેટના છ પ્રધાનોને નવી કેબિનેટમાં જાળવી રખાયા હતાં.

કેબિનેટમાંથી પડતાં મૂકાયાલામાં ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત, કૃષિ મંત્રી રાઘવજી પટેલ, સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી ભાનુબેન બાબરિયા અને વન અને પર્યાવરણ મંત્રી મુલુ બેરા જેવા વરિષ્ઠ નેતાઓનો સમાવેશ થાય છે.

કેબિનેટમાં જાળવી રાખવામાં આવેલા પ્રધાનોમાં કનુભાઈ પટેલ, ઋષિકેશ પટેલ અને કુંવરજી બાવળિયા અગાઉ કેબિનેટ મંત્રી હતા, ત્યારે સંઘવી, પ્રફુલ પાનશેરિયા અને પુરુષોત્તમ સોલંકી રાજ્યમંત્રી હતા. તેમાંથી હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી પદે બઢતી આપવામાં આવી છે. આ ઉપરાંત પાનશેરિયાને સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે.

જીતુ વાઘાણી, અર્જુન મોઢવાડિયા અને મનીષા વકીલને મંત્રી તરીકે કામ કરવાની તક આપવામાં આવી હતી.પોરબંદર વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા મોઢવાડિયાએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. તેઓ અગાઉ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને રાજ્ય વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે પણ રહી ચૂક્યા છે અને માર્ચ 2024 માં શાસક ભાજપમાં જોડાયા હતાં.

કેબિનેટમાં ક્રિકેટ રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાનો આશ્ચર્યજનક પ્રવેશ થયો હતો, જેમણે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેમના ક્રિકેટર પતિ રવિન્દ્ર જાડેજા અને તેમની પુત્રી શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી.
૧૯ નવા મંત્રીઓમાંથી, જીતુ વાઘાણી, મનીષા વકીલ, ઈશ્વરસિંહ પટેલ અને નરેશ પટેલ રાજ્યમાં ભાજપ સરકારોમાં અલગ અલગ સમયે મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે.

LEAVE A REPLY