(ANI Photo)

2030 કોમનવેલ્થ ગેમ્સ (CWG) માટે અમદાવાદને યજમાન શહેર તરીકે ભલામણ ગુજરાત તેમજ ભારત માટે ગર્વની ક્ષણ છે. આ ઐતિહાસિક સીમાચિહ્નરૂપ સિદ્ધિ અમદાવાદને ભારતની સ્પોર્ટસ રાજધાની બનાવવાના અમારા વિઝનને આગળ ધપાવે છે, એમ ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.

કોમનવેલ્થ સ્પોર્ટના એક્ઝિક્યુટિવ બોર્ડે અમદાવાદને 2030 CWGના પ્રસ્તાવિત યજમાન તરીકે ભલામણ કરી છે અને 26 નવેમ્બરે જનરલ એસેમ્બ્લીમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે.

કોમનવેલ્થ સ્પોર્ટના પૂર્ણ સભ્યપદને ભલામણ મોકલવામાં આવ્યા બાદ 26 નવેમ્બરના રોજ સંસ્થાની સામાન્ય સભામાં અંતિમ નિર્ણય લેવામાં આવશે. ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પરની એક પોસ્ટમાં લખ્યું હતું કે  દૂરંદેશી નેતૃત્વ અને ભારતની વૈશ્વિક રમતગમત શ્રેષ્ઠતા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હૃદયપૂર્વક આભાર માનું છું.

આ નિર્ણયનુ સ્વાગત કરતાં ગુજરાતના રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ભારત માટે ગર્વની ક્ષણ અને ગુજરાત માટે તેનાથી પણ વધુ ગર્વની ક્ષણ! કોમનવેલ્થ એસોસિએશન દ્વારા અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ 2030નું આયોજન કરવા માટે ભારતને મંજૂરી આપવી તે પ્રધાનમંત્રી મોદીના દૂરંદેશી નેતૃત્વ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગુજરાતને વૈશ્વિક રમતગમત કેન્દ્રમાં પરિવર્તિત કરવાની અડગ પ્રતિબદ્ધતાનું તેજસ્વી પ્રતિબિંબ છે વિશ્વ કક્ષાની માળખાગત સુવિધા, અજોડ આતિથ્ય અને શ્રેષ્ઠતાની ભાવના સાથે, ગુજરાત વિશ્વને આવકારવા માટે તૈયાર છે,

LEAVE A REPLY