પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ઓસ્ટ્રિયાના ગ્રાઝમાં મંગળવાર, 10 જૂને એક શાળામાં કથિત રીતે એક વિદ્યાર્થીએ કરેલા અંધાધૂંધ ફાયરિંગમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા હતાં અને બીજા 10 ઘાયલ થયા હતાં. આ હુમલા પછી હુમલાખોરે પણ પોતાને ગોળી મારીને આપઘાત કર્યો હતો. મૃતકોમાં મોટાભાગે વિદ્યાર્થીઓ અને સ્કૂલનો સ્ટાફ હતો.

શહેરના મેયર એલ્કે કાહરે આ ઘટનાઓને “ભયાનક દુર્ઘટના” ગણાવી હતી. પોલીસે જણાવ્યું હતું કે હાઇસ્કૂલમાં અનેક ગોળીબારના અવાજો સંભળાયા હોવાનો ફોન કોલ મળ્યા બાદ તેઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા.સ્થાનિક સમય મુજબ સવારે 10 વાગ્યે ફોન આવ્યા બાદ હાઇ સ્કૂલમાં ખાસ દળો પણ મોકલવામાં આવ્યાં હતાં. શાળા ખાલી કરાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓ અને સ્ટાફ બંનેને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતાં. પોલીસે સંપૂર્ણ તપાસ પછી આ વિસ્તારને સુરક્ષિત જાહેર કર્યો હતો.

૩,૦૦,૦૦૦થી વધુ વસ્તી ધરાવતું ગ્રાઝ શહેર દેશની રાજધાની વિયેનાથી લગભગ ૨૦૦ કિલોમીટર દક્ષિણપશ્ચિમમાં આવેલું છે. તે ઓસ્ટ્રિયાનું બીજું સૌથી મોટું શહેર છે. ઓસ્ટ્રિયામાં કડક બંદૂક નિયંત્રણ કાયદા છે. દેશમાં હથિયારોની માલિકી નિયંત્રિત છે, અને તેના માટે લાઇસન્સ જરૂરી છે. વ્યક્તિઓએ ફિટનેસ ટેસ્ટ પાસ કરવો પડશે

LEAVE A REPLY