આઇસીસીના 2025 માટેના હોલ ઓફ ફેમમાં સોમવાર, 10 જૂને લંડન ખાતે ભારતીય ક્રિકેટના ભૂતપૂર્વ કેપ્ટન એમ એસ ધોની સહિત સાત ક્રિકેટરોનો સમાવેશ કરાયો હતો. આમા બે મહિલા ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે.
ધોનીની સાથે ઓસ્ટ્રેલિયાના મહાન બેટ્સમેન મેથ્યુ હેડન, દક્ષિણ આફ્રિકાના ગ્રીમ સ્મિથ અને હાશિમ અમલા તેમજ ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન ડેનિયલ વેટોરીનો પણ સમાવેશ કરાયો હતો. ઈંગ્લેન્ડની ભૂતપૂર્વ વિકેટકીપર-બેટર સારાહ ટેલર અને પાકિસ્તાનની ભૂતપૂર્વ કેપ્ટન સના મીરનો પણ આ ચુનંદા જૂથમાં સમાવેશ કરાયો હતો.
ICCએ ધોનીને એક એવા ખેલાડી તરીકે બિરદાવ્યો જેને માત્ર સંખ્યામાં જ નહીં, પરંતુ “અસાધારણ સુસંગતતા, ફિટનેસમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.
આ સન્માન મેળવનારો ધોની 11મો ભારતીય ક્રિકેટર છે. 2004માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યા પછી, ધોનીએ 2007માં T20 વર્લ્ડ કપમાં ભારતનું નેતૃત્વ કર્યું અને ટીમને વિજય અપાવ્યો. તેને 2011માં ODI વર્લ્ડ કપ અને 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી. ધોનીની કેપ્ટનશીપ હેઠળ, ભારતીય ટીમ 2009માં પહેલીવાર ICC ટેસ્ટ રેન્કિંગમાં ટોચના સ્થાને પહોંચી હતી. તેને 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.
