www.baps.org

નોર્થ અમેરિકામાં હિન્દુ સમાજ માટે કામ કરતા સંગઠન કોએલિશન ઓફ હિન્દુ ઓફ નોર્થ અમેરિકા (CoHNA)એ ભૂતકાળના આવા કિસ્સાઓ તરફ ધ્યાન દોર્યું હતું અને સંપૂર્ણ તપાસની માંગ કરી હતી.

CoHNAએ છેલ્લા કેટલાંક વર્ષોમાં તોડફોડ અથવા ચોરી થઈ હોય તેવા 10 મંદિરોની યાદી આપી હતી.સપ્ટેમ્બરમાં, કેલિફોર્નિયાના સેક્રામેન્ટોમાં BAPS હિન્દુ મંદિરની દિવાલો પર અપશબ્દો લખવામાં આવ્યા હતા. તેમાં લખવામાં આવ્યું હતું કે “હિન્દુઓ પાછા જાઓ!”સેક્રામેન્ટોની ઘટનાના લગભગ 10 દિવસ પહેલા, ન્યૂ યોર્કના મેલવિલેમાં આવેલા બીજા BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરને દ્વેષપૂર્ણ સંદેશાઓથી અપવિત્ર કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY