અમેરિકાની સરહદ પાસે 17 માઇગ્રન્ટ્સની ગોળી મારીને અને સળગાવીને હત્યા કરવા બદલ મેક્સિકોના ભૂતપૂર્વ 11 પોલીસ અધિકારીઓ તાજેતરમાં દોષિત ઠર્યા હતા.
આ અંગે પ્રોસિક્યુટર્સની ઓફિસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ કેસમાં 11 પોલીસ અધિકારીને હત્યાના કેસમાં દોષિત ઠેરવવામાં અને જ્યારે અન્ય એકને હોદ્દોનો દુરુપયોગ કરવામાં દોષિત ઠેરવવામાં સફળતા મળી છે. કોર્ટમાં આ કેસની કાર્યવાહી છેલ્લા ત્રણ મહિનાથી થઇ રહી હતી અને પછી ન્યાયમૂર્તિ પેટ્રિસિયો લુગો જારામિલ્લોએ તેમના ચૂકાદામાં જણાવ્યું હતું કે, આ ભૂતપૂર્વ પોલીસ અધિકારીઓને દોષિત ઠેરવવા માટે પર્યાપ્ત પૂરાવા છે. અમેરિકાની સરહદ નજીક ટમૌલિપાસ રાજ્યમાં સાન્ટા અનિટા ખાતેના સમુદાયમાં 21 જાન્યુઆરી, 2021ના રોજ આ હત્યાઓ થઇ હતી, જેમાં 16 માઇગ્રન્ટ્સ ગ્વાટેમાલાથી અને એક ઇમિગ્રન્ટ હોન્ડુરાસથી આવતા હતા. પ્રોસિક્યુટર્સે જણાવ્યું હતું કે, પીડિતોએ ગોળીબારથી ઇજાગ્રસ્ત થવાના કારણે જીવ ગુમાવ્યા હતા. શરૂઆતમાં 12 પોલીસ અધિકારીઓ પર હત્યાનો આરોપ મુકવામાં આવ્યો હતો, પરંતુ એક અધિકારીએ તપાસમાં સહકાર આપતા તેના પર હળવો આરોપ મુકવામાં આવ્યો હતો.
અમેરિકન રાજ્ય ટેક્સાસ સાથે જોડાયેલી સરહદ નજીક ડ્રગ કાર્ટેલ્સ વચ્ચેના વિવાદિત વિસ્તાર કામાર્ગોની મ્યુનિસિપાલિટીની એક ટ્રકમાંથી સળગેલા મૃતદેહો મળ્યા હતા.
સત્તાધિશોના જણાવ્યા મુજબ, કુલ 19 મૃતદેહો મળી આવ્યા હતા અને તેમાં બે મેક્સિકનોના મૃતદેહો હતા, જે માનવ તસ્કરો હતા અને તેઓ માઇગ્રન્ટ્સને સરહદ પાર કરાવવા માટે લઈ જતા હતા.

LEAVE A REPLY