અમેરિકાના 12 રાજ્યોએ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિને ન્યૂયોર્કની કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડમાં બુધવારે પડકારી હતી. રાજ્યોએ દલીલ કરી હતી આવી ટેરિફ નીતિઓ ગેરકાયદેસર છે અને તેનાથી અમેરિકન અર્થતંત્રને નુકસાન પહોંચશે. આ નીતિઓને પડકારનારા રાજ્યોમાં ઓરેગોન, એરિઝોના, કોલોરાડો, કનેક્ટિકટ, ડેલવેર, ઇલિનોઇસ, મેઈન, મિનેસોટા, નેવાડા, ન્યુ મેક્સિકો, ન્યુ યોર્ક અને વર્મોન્ટનો સમાવેશ થાય છે.
એરિઝોનાના એટર્ની જનરલ ક્રિસ મેયસે ટ્રમ્પના અભિગમને “પાગલ” ગણાવીને જણાવ્યું હતું કે આ પગલું આડેધડનું જ નહિ પરંતુ ગેરકાયદેસર પણ છે. કનેક્ટિકટના એટર્ની જનરલ વિલિયમ ટોંગે પણ ટેરિફને રાજ્યના પરિવારો પરનો મોટો ટેક્સ તથા બિઝનેસ અને નોકરીઓ માટે આપત્તિ ગણાવી હતી. રાજ્યોએ દલીલ કરી છે કે માત્ર સંસદ પાસે જ ટેરિફ લાદવાની બંધારણીય સત્તા છે
બીજી રીતે કેલિફોર્નિયા ગવર્નર ગેવિન ન્યૂસમ કેલિફોર્નિયામાં ફેડરલ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. જેમાં કહેવાયું છે કે દેશના સૌથી મોટા આયાતકાર તરીકે રાજ્ય અબજો ડોલર ગુમાવી શકે છે.
