એક અહેવાલ મુજબ યુકેમાં ‘દર અઠવાડિયે 1 મિલિયન લોકોને’ એનએચએસની યોજનાઓ અંતર્ગત કોવિડ-19 રસી આપવામાં આવશે. ફાઇઝરની રસી ઇસ્ટર પહેલા 65થી વધુ વયના લોકોને આપવામાં આવી શકે છે. હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે જણાવ્યું હતું કે ડેટાના રોલિંગ વિશ્લેષણને કારણે યુકેના દવાઓ બાબતના રેગ્યુલેટર્સ લાઇસન્સ એપ્લિકેશન સબમિટ થયાના થોડા દિવસોમાં ફાઇઝર અથવા ઑક્સફર્ડ જેબ્સને મંજૂરી આપી શકે છે.

અધિકારીઓ આશાવાદી છે કે ઓક્સફર્ડ રસી શિયાળા દરમિયાન રસીકરણના કાર્યક્રમને વધુ વિસ્તૃત કરી શકે છે. કહેવાતી “ત્રણ તરંગ” વ્યૂહરચનાના પ્રથમ તબક્કામાં 50થી વધુની વયના તમામ લોકો અને સૌથી સંવેદનશીલ યુવાન પુખ્ત વયના લોકોને 2021ની શરૂઆતમાં રસી પ્રાપ્ત થશે.

અગાઉ, હેનકોકે કહ્યું હતું કે, સૈન્ય અને એનએચએસ સ્ટાફ ડિસેમ્બરની શરૂઆતથી યુકેમાં કોવિડ-19 રસી આપવા માટે સ્ટેન્ડબાય પર છે અને જી.પી., નવા રસીકરણ કેન્દ્રો અને ફાર્માસિસ્ટ્સ તેમની ભૂમિકા ભજવશે અને સપ્તાહના સાત દિવસ કામ કરશે. પૉપ-અપ રસીકરણ ક્લિનિક્સનો પણ કેટલાક વિસ્તારોમાં ઉપયોગ થવાની અપેક્ષા છે.

નિષ્ણાતોને આશા છે કે અગ્રતા જૂથના લોકોને રસીકરણ કરવાથી પ્રથમ તબક્કામાં કોવિડ-19 થી થતા મોટાભાગના મૃત્યુને અટકાવી શકાય છે.