ભારતથી હોંગકોંગ જતી એર ઈન્ડિયા અને વિસ્તારાની ફ્લાઈટ્સમાં કોરોના સંક્રમિત મુસાફરો મળતા તેના પર મર્યાદિત સમય માટે પ્રતિબંધ મુકાયો છે. હોંગકોંગ સત્તાવાળાઓએ 17થી 30 ઓક્ટોબર સુધી આ બંને ફ્લાઇટ્સના સંચાલન પર પ્રતિબંધ મુક્યો છે. આવું ત્રીજી વખત બન્યું છે કે હોંગકોંગે એર ઈન્ડિયાની ફ્લાઈટ પર પ્રતિબંધ મુક્યો હોય. અગાઉ 20 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર અને 18થી 31 ઓગસ્ટ સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.
જોકે, કોરોના વાઇરસના સંક્રમણને કારણે વિસ્તારાની ફ્લાઈટ પ્રથમવાર રદ કરવામાં આવી છે. જુલાઈમાં હોંગકોંગની સરકારે જાહેર કરેલા નિયમો મુજબ, ભારતથી મુસાફરો માત્ર ત્યારે જ ત્યાં જઈ શકે છે જ્યારે તેમની પાસે મુસાફરના 72 કલાક પહેલા કરાયેલો ટેસ્ટનો રીપોર્ટ નેગેટિવ આવ્યો હોય.