પ્રિન્સ હેરીએ બે અખબારો પર તેમની પત્ની મેઘન મર્કેલના જીવનને ખૂબ જ દુઃખદ બનાવવાનો આક્ષેપ કર્યો હતો. આ મામલે ખૂબ જ ભાવુક બનેલા પ્રિન્સ હેરીએ, 21 જાન્યુઆરીએ યુકેની એક કોર્ટમાં જણાવ્યું હતું કે, ગેરકાયદે માહિતી એકત્ર કરવા માટે તેઓ જે બે બ્રિટિશ ટેબ્લોઇડ્સ પર દાવો કરી રહ્યા છે તેમણે તેમની પત્ની મેઘનનું જીવન ‘સંપૂર્ણરીતે દુઃખદ’ બનાવ્યું છે. ડેઇલી મેઇલ અને ધ મેઇલ ઓન સન્ડેના પ્રકાશક એસોસિએટેડ ન્યૂઝપેપર્સ લિમિટેડ (ANL) વિરુદ્ધ ઘણા વર્ષથી ચાલી રહેલી સંયુક્ત કાયદાકીય કાર્યવાહી અંગે તેમણે અશ્રુભરી આંખે જણાવ્યું હતું કે, ‘આ એક ભયાનક અનુભવ છે.’ પ્રિન્સ હેરીએ વધુમાં જણાવ્યું હતું કે, ‘અને સૌથી ખરાબ બાબત એ છે કે અહીં બેસીને અને તેમની વિરુદ્ધ જઈને, જેમ તેમણે આ કેસમાં કર્યું છે, તેઓ મારી પાછળ પડી ગયા છે. તેમણે મારી પત્નીનું જીવન સંપૂર્ણ દુ:ખદ બનાવી દીધું છે.’

LEAVE A REPLY