પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતમાં 2011-12માં દારુણ ગરીબીનો દર 27.1 ટકા હતો, જે 2022-23માં ઘટી 5.3 ટકા થયો હતો. આમ દેશમાં આશરે એક દાયકામાં 269 મિલિયન લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે, એમ વર્લ્ડ બેન્કના તાજેતરના ડેટામાં જણાવાયું હતું. મલ્ટિડાઇમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ (MPI) 2005-06માં 53.8 ટકા હતો, જે 2019-21માં ઘટીને 16.4 ટકા અને 2022-23માં વધુ ઘટી 15.5 ટકા થયો હતો.

ડેટામાં જણાવ્યા મુજબ 2011-12માં ભારતમાં 34.47 કરોડ લોકો અત્યંત ગરીબીમાં જીવતા હતા. આ સંખ્યા 2022-23માં ઘટીને 7.52 કરોડ થઈ હતી. આનો અર્થ એ થાય છે કે લગભગ 11 વર્ષમાં 26.9 કરોડ વ્યક્તિઓને અત્યંત ગરીબીમાંથી બહાર કાઢવામાં આવ્યા છેં. 2011-12માં ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશમાં ભારતના કુલમાંથી આશરે 65 ટકા ગરીબો રહેતા હતાં. આ રાજ્યોમાં ગરીબીમાં હવે મોટો ઘટાડો થયો છે. દેશની કુલ ગરીબી ઘટાડામાં આ રાજ્યોનો ફાળો આશરે 66 ટકા રહ્યો હતો.

વર્લ્ડબેન્કે ગરીબીનું મૂલ્યાંકન પ્રતિ દિવસ ત્રણ ડોલર (2021ના ભાવ)ના આધારે કર્યું હતું. ભારતમાં ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં તેમાં વ્યાપક ઘટાડાનો સંકેત અપાયો હતો. વર્લ્ડ બેન્કના અંદાજ મુજબ અગાઉની દૈનિક 2.15 ડોલર (2017ના ભાવ)ની આવક ધરાવતા લોકોને અત્યંત ગરીબ માનવામાં આવતાં હતાં. આ આધારે અત્યંત ગરીબીમાં જીવતા ભારતીયોનું પ્રમાણ 2.3 ટકા છે, જે 2011-12ના 16.2 ટકા કરતાં મોટો ઘટાડો દર્શાવે છે.

ડેટા મુજબ 2022માં 2.15 ડોલર-પ્રતિદિન ગરીબી રેખા નીચે જીવતા લોકોની સંખ્યા 3.36 કરોડ નોંધાઈ છે, જે 2011માં 20.59 કરોડ કરોડ હતી. આ તીવ્ર ઘટાડો સાર્વત્રિક જોવા મળ્યો છે. છેલ્લા 11 વર્ષમાં ગ્રામીણ વિસ્તારમાં ગરીબી 18.4 ટકાથી ઘટી 2.8 ટકા અને શહેરી વિસ્તારમાં ગરીબી 10.7 ટકાથી ઘટી 1.1 ટકા થઈ છે. આ ઉપરાંત ભારતે બહુપરીમાણીય એટલે કે મલ્ટિડાઇમેન્શનલ ગરીબી ઘટાડવામાં પણ નોંધપાત્ર પ્રગતિ કરી છે.

LEAVE A REPLY