કોલંબિયામાં પ્રેસિડન્ટની ચૂંટણીના સંભવિત ઉમેદવાર મિગુએલ ઉરીબે(Photo by RAUL ARBOLEDA/AFP via Getty Images)

કોલંબિયામાં પ્રેસિડન્ટની ચૂંટણીના સંભવિત ઉમેદવાર મિગુએલ ઉરીબેની શનિવારે બોગોટામાં ગોળી મારીને હત્યા કરવાનો પ્રયાસ કરાયો હતો. તેઓ હોસ્પિટલમાં જીવન સામે સંઘર્ષ કરી રહ્યાં છે. 39 વર્ષીય સેનેટર 2026ની પ્રેસિડન્ટની ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યાં હતા ત્યારે તેના પર આ હુમલો થયો હતો. તેઓ કોલંબિયાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ અલ્વારો ઉરીબે દ્વારા સ્થાપિત વિપક્ષી કન્ઝર્વેટિવ ડેમોક્રેટિક સેન્ટર પાર્ટીના સભ્ય છે.

હુમલાની નિંદા કરતા પાર્ટીના નિવેદન અનુસાર સેનેટર શનિવારે રાજધાનીના ફોન્ટીબોન વિસ્તારમાં એક જાહેર ઉદ્યાનમાં એક પ્રચાર કાર્યક્રમનું આયોજન કરી રહ્યા હતાં ત્યારે “સશસ્ત્ર લોકોએ તેમને પાછળથી ગોળી મારી હતી. પાર્ટીએ હુમલાને ગંભીર ગણાવ્યો હતો, પરંતુ ઉરીબેની તબિયત વિશે વધુ વિગતો જાહેર કરી ન હતી.

કોલંબિયાના સંરક્ષણ પ્રધાન પેડ્રો સાંચેઝે જણાવ્યું હતું કે એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને અધિકારીઓ તપાસ કરી રહ્યા છે કે અન્ય લોકો તેમાં સામેલ છે કે કેમ. તેમણે તે હોસ્પિટલની મુલાકાત લીધી હતી જ્યાં ઉરીબેની સારવાર ચાલી રહી હતી.સરકાર આ કેસમાં માહિતી આપનારને લગભગ $730,000નું ઇનામ જાહેર કર્યું હતું.
અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે યુએસ ઉરીબેની હત્યાના પ્રયાસની કડક શબ્દોમાં નિંદા કરે છે. તેમણે હિંસા માટે પેટ્રોના ઉશ્કેરણીજનક નિવેદનનોને જવાબદાર ઠેરવ્યાં હતાં.

ઉરીબેને હજુ સુધી તેમના પક્ષે પ્રેસિડન્ટના સત્તાવાર ઉમેદવાર જાહેર કર્યાં ન હતાં.તેઓ કોલંબિયાના એક પ્રખ્યાત પરિવારમાંથી છે. તેમના પિતા એક ઉદ્યોગપતિ અને યુનિયન નેતા હતા. તેમની માતા, પત્રકાર ડાયના ટર્બેનું 1990માં સ્વર્ગસ્થ કાર્ટેલ નેતા પાબ્લો એસ્કોબારના નેતૃત્વ હેઠળના સશસ્ત્ર જૂથ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું.
કોલંબિયા દાયકાઓથી ડાબેરી બળવાખોરો, જમણેરી અર્ધલશ્કરી દળોમાં બનેલા ગુનાહિત જૂથો અને સરકાર વચ્ચેના સંઘર્ષમાં ફસાયેલું છે.

LEAVE A REPLY