ન્યૂયોર્કના બ્રુકલિનમાં એક ક્લાબ નજીક ગોળીબારમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા હતાં અને નવ લોકો ઘાયલ થયા હતાં. પોલીસે એકથી વધુ શૂટરની શોધખોળ ચાલુ કરી હતી. ગેંગ સંબંધિત વિવાદમાં આ ફાયરિંગની ઘટના બની હોવાની પોલીસને આશંકા છે.
ન્યૂયોર્ક પોલીસ વિભાગ (NYPD)ના કમિશનર જેસિકા ટિશે જણાવ્યું કે તપાસકર્તાઓનું માનવું છે કે હુમલાખોરો એકથી વધુ હોઈ શકે છે. હુમલાખોરોએ બ્રુકલિનના ક્રાઉન હાઇટ્સ સ્થિત ‘ટેસ્ટ ઓફ ધ સિટી લાઉન્જ’માં થયેલા વિવાદ બાદ અનેક હથિયારોથી અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં 3 લોકોના મોત થયા હતાં. પોલીસની ટીમને સવારે 3.30 વાગ્યાની આસપાસ ગોળીબારની માહિતી મળતા જ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી. અહીં પહોંચ્યા બાદ અધિકારીઓએ લોહીથી લથબથ ફ્લોર અને તૂટેલા કાચ વચ્ચે ઘાયલ લોકોને જોયા હતા. હુમલામાં અનેક વાહનોને પણ ભારે નુકસાન થયું હતાં.
પોલીસે 12 પીડિતોની ઓળખ કરી હતી. તેઓ 19ખી 61 વર્ષની ઉંમરના હતાં. પોલીસ માને છે કે કેટલાંક પીડિતો પણ ફાયરિંગમાં સંડોવાયેલા હતા. ન્યૂ યોર્કના મેયર એરિક એડમ્સે આ ઘટના વિશે માહિતી ધરાવતા કોઈપણ વ્યક્તિને આગળ આવવા વિનંતી કરી હતી.
