FILE PHOTO (ANI Photo)

વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં જૂન મહિનામાં રમાનારી ટી-20 વર્લ્ડ કપ ક્રિકેટ સ્પર્ધામાં યુગાન્ડાની ટીમમાં ત્રણ ગુજરાતી ક્રિકેટરોનો સમાવેશ કરાયો છે. કચ્છના વતની અલ્પેશ રામજણી, રોનક પટેલ અને દિનેશ નાકરાણી આ સ્પર્ધામાં આફ્રિકન દેશની ટીમનું પ્રતિનિધિત્વ કરશે.

29 વર્ષનો અલ્પેશ રામજની ડાબોડી બેટ્સમેન તથા સ્પિનર પણ છે. મુંબઈના કાંદીવલીમાં રહેતો અલ્પેશ 2021માં યુગાન્ડામાં સ્થાયી થયો હતો. તે અગાઉ મુંબઈની અંડર-16 અને 19 ટીમ તરફથી રમી ચૂક્યો છે. તેણે બે વખત મુંબઈની રણજી ટ્રોફી ટીમના કેમ્પમાં પણ તક આપવામાં આવી હતી.

35 વર્ષનો રોનક પટેલ ઓપનિંગ બેટ્સમેન છે. તો દિનેશ નાકરાણી ડાબોડી બેટ્સમેન હોવાની સાથે લેફ્ટ આર્મ મીડિયમ પેસર પણ છે. દિનેશ તો અગાઉ સૌરાષ્ટ્ર તરફથી પણ રમી ચૂક્યો છે.

LEAVE A REPLY

thirteen − 5 =