(Photo by SAM PANTHAKY/AFP via Getty Images)

ગુજરાતની અગ્રણી ડેરી કંપની અમૂલે જૂનમાં યોજાનારા ICC T20 વર્લ્ડ કપ માટે યુએસએ અને દક્ષિણ આફ્રિકા બંને ક્રિકેટ ટીમોની સ્પોન્સરશિપની જાહેરાત કરી હતી બંને ટીમોના સંબંધિત ક્રિકેટ બોર્ડે ગુરુવારે આ ભાગીદારીની જાહેરાત કરી હતી. યુએસએ ક્રિકેટ બોર્ડે ગુરુવારે આ અંગેની જાહેરાત કરી હતી. અમેરિકા ટી20 વર્લ્ડ કપનું સહ-આયોજક છે અને તેની ક્રિકેટ ટીમ સૌપ્રથમ વખત આઈસીસી ટુર્નામેન્ટમાં ડેબ્યૂ કરી રહી છે. પહેલી જૂનથી ટી20 વર્લ્ડ કપનો વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં પ્રારંભ થશે.

યુએસએ ક્રિકેટના ચેરમેન વેણુ પિસિકેએ જણાવ્યું કે અમૂલ જેવી પ્રતિષ્ઠિત બ્રાન્ડ સાથે સહયોગથી મેદાનની અંદર અને બહાર પણ શ્રેષ્ઠ દેખાવ કરવાની અમને પ્રેરણા મળે છે. અમૂલ દૂધની તાકાતથી યુએસએ ક્રિકેટ ટીમ ટુર્નામેન્ટમાં વિશ્વભરમાંથી ચાહકોને દિલને જીતવામાં સફળ થશે તેવી આશા છે.

LEAVE A REPLY

eleven + six =