અમેરિકાના ફાયનાન્સ ક્ષેત્રમાં કાર્યરત 100 વગદાર મહિલાઓની બેરોન્સ યાદીમાં ભારતીય મૂળની પાંચ એક્ઝીક્યુટિવ મહિલાઓનો સમાવેશ કરાયો છે.
ડાઉ જોન્સ એન્ડ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત વોલ સ્ટ્રીટ જર્નલના સિસ્ટર પબ્લિકેશન બેરોન્સની યાદીમાં કોર્પોરેટ જગત, નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન, સરકારી ફાયનાન્સ ક્ષેત્રમાં અસામાન્ય યોગદાન આપનારી મહિલાઓનું બહુમાન કરાય છે.
ભારતીય મૂળનાં અનુ આયંગર (જે. પી. મોર્ગન) રૂપલ ભણસાળી (એરટેલ ઇન્વેસ્ટમેન્ટ) સોનલ દેસાઇ (ફ્રેન્કલિન ટેમ્પલ્ટન) મીના ફ્લીન (ગોલ્ડમેન સારા) અને બેંક ઓફ અમેરિકાના સવિતા સુબ્રમણ્યમને પ્રતિષ્ઠિત ચોથી વાર્ષિક યાદીમાં 100 મહિલાઓની સાથે સ્થાન અપાયું છે.
અનુ આયંગર, જે પી મોર્ગન મર્જર એન્ડ એક્ઝીક્યુશન હેડ છે. ક્લાયન્ટો સાથે સુમેળભર્યા સંબંધો અને અનેક કાનૂની દાવપેચવાળા જટિલ કોન્ટ્રાક્ટ તરફના લગાવ નિષ્ઠાથી તેમને ટોચનો હોદ્દો મળ્યો છે. રૂપલ ભણશાળી એરટેલ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર છે. ફાયનાન્સ ક્ષેત્રમાં મહિલાઓને કાર્યરત બનાવવા રૂપલ અનેક પ્રકારના પ્રોત્સાહનો પૂરા પાડે છે. 2018માં ફ્રેન્કલિન ટેમ્પલ્ટનમાં પ્રથમ મહિલા ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર બની ઇતિહાસ સર્જનાર 58 વર્ષના સોનલ દેસાઇ આઇએમએફમાં કામગીરી બાદ 2009માં ફ્રેન્કલિનમાં જોડાયા હતા.
45 વર્ષના મીના ફ્લીન ગોલ્ડમેન સારા ગ્રુપના ગ્લોબલ પ્રાઇવેટ વેલ્થ મેનેજમેન્ટનાં સહ વડાં છે. 1999માં જે પી મોર્ગનમાં જોડાયા પછી 2000માં ગોલ્ડમેન સારામાં જોડાઇ 2014માં તેઓ ભાગીદાર બન્યા હતા. બેંક ઓફ અમેરિકાના ઇક્વિટી એન્ડ ઇન્વોન્ટીટેવ સ્ટ્રેટેજીના વડાં સવિતા સુબ્રમણ્યમ એસ એન્ડ પી 500 તથા અન્ય મુખ્ય ઇન્ડાઇસીસની આગાહી ક્ષેત્રીય ફાળવણી માટે જવાબદાર છે.

LEAVE A REPLY

18 − 14 =