અમેરિકામાં 2017માં ટેક્સાસના ચર્ચમાં આડેધડ ગોળીબારમાં માર્યા ગયેલા 26 અને 22 ઘાયલ અસરગ્રસ્તોને સરકાર 144.5 મિલિયન ડોલરનું વળતર ચૂકવશે. વળતર ચૂકવણી અંગેની સૈદ્ધાંતિક સમજૂતિને કોર્ટની મંજૂરીને આધીન રહેશે કારણ કે એરફોર્સના ભૂતપૂર્વ જવાન દ્વારા કરાયેલા આ હુમલાના મામલે નાગરિક વળતર દાવા થયા હતા. વળતરની ચૂકવણી સમજૂતિનો હેતુ આવા દાવાની પતાવટનો છે.
હુમલાખોર ડેવીન કેલી દ્વારા ગન ખરીદીના મુદ્દે એરફોર્સ દ્વારા આરોપીની પશ્ચાદભૂની માહિતી એફબીઆઇને નહીં અપાતાં આ હુમલો થયાના તારણ સાથે તે માટે સરકાર પણ જવાબદાર છે, તેવો ચૂકાદો ટેક્સાસના ડીસ્ટ્રીક્ટ જજે આપ્યો હતો. જજે પીડિતોને 230 મિલિયન ડોલરનું વળતર ચુકવવાનો સરકારને આદેશ આપ્યો હતો. ન્યાય વિભાગે આ ચૂકાદાને પડકાર્યું હતું.
આસિસ્ટન્ટ એટર્ની જનરલ વનીતા ગુપ્તાએ થયેલી સમજૂતિને વિચારી પણ ના શકાય તેવા ગુનાની પીડિતોને થયેલી પીડાના દર્દનાક પ્રકરણનો અંત આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય કે 2018માં ફ્લોરિડાના પાર્કલેન્ડની હાઇસ્કૂલમાં થયેલા આડેધડ ગોળીબારના પીડિતોને 2022માં 127.5 મિલિયન ડોલરનું વળતર અપાયું હતું. આ જ પ્રમાણે 2015ના ચાર્લ્સટન બ્લેક ચર્ચના ગોળીબારના પીડિતોને 2021માં 88 મિલિયન ડોલરનું વળતર અપાયું હતું.

LEAVE A REPLY