(ANI Photo)

હિમાચલપ્રદેશ સરકારે ભારે વરસાદને કારણે થયેલા મોટા નુકસાનને રાજ્યની આપત્તિ જાહેર કરી હતી. માનવ જીવન અને સંપત્તિને થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને સમગ્ર પહાડી રાજ્યને કુદરતી આપત્તિગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.. શુક્રવારે આ અંગેનું જાહેરનામું બહાર પડાયું હતું. બીજી તરફ શિમલામાં ધારાશાયી મંદિરના કાટમાળમાંથી વધુ બે મૃત્યુદેહ મળતા આ દુર્ઘટનાનો મૃત્યુઆંક વધીને 16 થયો હતો. રાજ્યમાં છેલ્લાં ત્રણ દિવસમાં કુલ 75 લોકોના મોત થયા છે.

અગાઉ મુખ્યપ્રધાન સુખવિંદર સિંહ સુખુએ જણાવ્યું હતું કે હિમાચલની આપત્તિને રાષ્ટ્રીય આપત્તિ  જાહેર કરવા માટે રાજ્ય કેન્દ્રના પ્રતિભાવની રાહ જોઇ રહી છે. રવિવારથી રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે શિમલા સહિત અનેક જિલ્લાઓમાં ભૂસ્ખલન થયું છે. મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને રાજ્ય સરકાર પોતાના સંશાધનોથી અસરગ્રસ્ત પરિવારોને મદદ કરવા માટે પ્રયાસો કરી રહી છે, ખાસ કરીને ફ્લેશ ફ્લડ અને ભૂસ્ખલથી મકાનોને નુકસાન થયું છે તેવા લોકોની મદદ કરવામાં આવી રહી છે. કેન્દ્રીય ટીમોએ નુકસાનની આકારણી માટે અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું છે અને અમને કેન્દ્ર તરફથી સમયસર મદદની જરૂર છે. રાજ્યને અંદાજે રૂ.10,000 કરોડનું નુકસાન થયું છે.

રાજ્યના ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર 24 જૂનના રોજ ચોમાસાની શરૂઆત થઈ ત્યારથી હિમાચલ પ્રદેશમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 217 વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે અને 11,301 મકાનોને આંશિક અથવા સંપૂર્ણ નુકસાન થયું છે. રાજ્યમાં કુલ 506 રસ્તાઓ હજુ પણ બંધ છે અને 408 ટ્રાન્સફોર્મર અને 149 પાણી પુરવઠા યોજનાઓ ખોરવાઈ ગઈ છે. છેલ્લા ત્રણ દિવસમાં કાંગડા જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી 2,074 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

સમર હિલમાં ધરાશાયી થયેલા શિવ મંદિરના કાટમાળમાંથી વધુ બે મૃતદેહ મળી આવતાં વરસાદગ્રસ્ત હિમાચલ પ્રદેશમાં મૃત્યુઆંક વધીને 75 થયો હતો અને આમાંથી 22 મૃત્યુ એકલા શિમલામાં ત્રણ મોટા ભૂસ્ખલનમાં થયાં હતાં. તેમાં સમરહિલના શિવ મંદિર, ફાગલી અને કૃષ્ણનગરનો સમાવેશ થાય છે. મંદિરના કાટમાળમાં હજુ છ લોકો દટાયા હોવાની આશંકા

LEAVE A REPLY

12 + four =