ગુરુવારે સુરતના ચનિયા ગામમાં ભારે વરસાદને પગલે એક મંદિર આંશિક રીતે પૂરના પાણીમાં ડૂબી ગયું છે. (ANI ફોટો)

ગુજરાતના કેટલાંક વિસ્તારમાં છેલ્લાં 30 કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે. અમુક વિસ્તારોમાં 200મીમીથી વધુ વરસાદ પડ્યો છે. રાજ્યમાં છેલ્લાં બે દિવસમાં વરસાદ સંબંધિત ઘટનામાં નવ લોકોના મોત થયા છે. જૂનાગઢ, જામનગર, મોરબી, કચ્છ, સુરત અને તાપી જિલ્લામાં દિવસ દરમિયાન ભારે વરસાદને કારણે અનેક સ્થળોએ સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું. તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં શુક્રવારે બપોરે 12 વાગ્યે પૂરા થતા 30 કલાકમાં 299 મીમી વરસાદ નોંધાયો હતો.

અધિકારીએ જણાવ્યું હતું કે ઘણા શહેરોમાં પાણી ભરાયા હતા. ગ્રામીણ વિસ્તારોમાં શુક્રવારે સવારે ભારે વરસાદને કારણે રસ્તાઓ બંધ થઈ ગયા હતા. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ના ડેટા મુજબ, શુક્રવારે બપોરે 12 વાગ્યે પૂરા થયેલા 30 કલાકમાં રાજ્યના 37 તાલુકાઓમાં 100 મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો.

માહિતી અનુસાર જૂનાગઢ શહેરમાં 298 મીમી, તાપીના વાલોડ તાલુકામાં 288, સુરતના મહુવામાં 256 મીમી, જામનગર શહેરમાં 236 મીમી, સુરતના બારડોલી 223 મીમી, જૂનાગઢના મેંદરડામાં 223 મીમી વરસાદ થયો હતો.

ગુરુવારે દિવાલ ધરાશાયી થવાની ઘટનાઓમાં પંચમહાલ જિલ્લામાં ચાર અને આણંદમાં બે બાળકોનાં મોત થયાં હતાં. આ ઉપરાંત જામનગર અને અરવલ્લી જિલ્લામાં ગુરુવારે બે પુરૂષો ડૂબી ગયા હતા. શુક્રવારે અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં એક મહિલા પૂરના પાણીમાં ડૂબી ગઈ હતી.

LEAVE A REPLY

3 × one =