UK overtakes India to become world's sixth largest stock market
REUTERS/Hemanshi Kamani/File Photo

ભારતના મૂડીબજારની નિયમનકારી સંસ્થા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ બિન-નિવાસી ભારતીયો (એનઆરઆઈ) માટે ભારતીય શેરબજારોમાં રોકાણ કરવાનું સરળ બનાવ્યું છે. સેબીએ હવે ગાંધીનગર ખાતેના ગિફ્ટ સિટીમાં રજિસ્ટ્રર્ડ થયેલા ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (FPIs)ને બિન-નિવાસી ભારતીયો (NRIs) અને ભારતીય મૂળના વ્યક્તિઓ (PIOs) પાસેથી અમર્યાદિત રોકાણ સ્વીકારવાની મંજૂરી આપી છે. આ હિલચાલથી ભારતીય બજારોમાં ઇન્ડિયન ડાયસ્પોરાની વધુ ભાગીદારી માટેના દરવાજા ખુલે છે.

અગાઉ NRIs અને ઓવરસીઝ સિટીઝન્સ ઓફ ઈન્ડિયા (OCIs) ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર (FPI)માં માત્ર 50% સુધી રોકાણ કરી શકતા હતા. હવે NRIs ગુજરાતના સ્પેશિયલ ઇકોનોમિક ઝોન GIFT સિટી ખાતે સ્થાપિત વૈશ્વિક ફંડના 100% સુધીની માલિકી ધરાવી શકે છે.

સેબીના આ નિર્ણયથી NRIs માટે વધુ રોકાણ વિકલ્પો ઉપલબ્ધ બનશે. તેનાથી NRIs માટે તેમના નાણાંનો મોટો હિસ્સો ગ્લોબલ ફંડ્સ દ્વારા ભારતીય શેરોમાં રોકાણ કરવા માટેના દરવાજા ખુલે છે.

વિદેશી નાણાપ્રવાહમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે આ નિયમનો લાભ લેતા કોઈપણ FPIએ સેબીને તેના તમામ NRI/OCI રોકાણકારોની વિગતો, તેમના પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) કાર્ડ અને તેમની રોકાણ રકમ સહિતની વિગતો આપવી પડશે.

પારદર્શિતા જાળવવા માટે, એક ભારતીય ગ્રૂપમાં નોંધપાત્ર હોલ્ડિંગ અથવા ભારતીય ઇક્વિટીમાં મોટા  હોલ્ડિંગ ધરાવતાં ફંડને માહિતી જાહેર કરવાના કડક નિયમોનું પાલન કરવું પડશે.

આ પગલાથી ભારતીય શેરોમાં રોકાણ કરવા ઈચ્છતા એનઆરઆઈને ફ્રી એક્સેસ અને ભારતમાં રોકાણકારોની નવી કેટેગરી ઊભી થવાની ધારણા છે. ઇન્ડિયન ડાયાસ્પોરા જંગી પ્રમાણમાં ભારતમાં રિમિટન્સ મોકલે છે, જોકે ભારતીય શેરોમાં NRIsનું રોકાણ નજીવું છે.

સેબીના ડેટા અનુસાર ભારતમાં રજિસ્ટ્રર થયેલા FPIs હાલમાં રૂ.47 લાખ કરોડના ફંડનું સંચાલન કરે છે. તેમાંથી માત્ર માત્ર રૂ.6,761 કરોડનું ફંડ NRIનું છે. તેનાથી વિપરિત, ભારતને એકંદરે NRIs તરફથી આશરે $30 બિલિયન (લગભગ 2.5 લાખ કરોડ) રેમિટન્સ પ્રાપ્ત થયું છે.

પ્રાઇસ વોટરહાઉસ એન્ડ કંપનીના પાર્ટનર સુરેશ સ્વામીએ જણાવ્યું હતું કે, “ભારતીય નાણા બજારોને વૈશ્વિક રોકાણ સમુદાય સાથે સાંકળવા તરફનું આ એક પ્રશંસનીય પગલું છે. તે માત્ર રોકાણ પ્રક્રિયા જ સરળ બનાવતું નથી, પરંતુ વૈશ્વિક રોકાણકારોનો ભારતીય નાણાકીય ઇકોસિસ્ટમમાં વિશ્વાસ પણ વધારે છે.”

LEAVE A REPLY

4 + thirteen =