આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં આવેલા કાશીબુગ્ગા વેંકટેશ્વર મંદિરમાં નાસભાગ થતાં નવ શ્રદ્ધાળુઓના મોત થયા છે. આ દુર્ઘટનામાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું કહેવાય છે. રાજ્યના મુખ્યપ્રધાન એન. ચંદ્રબાબુ નાયડુએ આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કરીને જણાવ્યું હતું કે, ઘટના સ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી કાર્યાલયના નિવેદન મુજબ એકાદશી નિમિત્તે મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકત્ર થયા હતા અને તે દરમિયાન નાસભાગ થઇ હતી.

LEAVE A REPLY