ઓલિમ્પિક્સમાં ક્રિકેટના ફરીથી સમાવેશ અંગે ICC અને IOC વચ્ચે ઉચ્ચ સ્તરે ચર્ચા થઇ છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના ચેરમેન જય શાહે તાજેતરમાં સ્વિત્ઝર્લેન્ડ ખાતે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક્સ કમિટીની મીટિંગ દરમિયાન આઇઓસીનાં પ્રેસિડેન્ટ કર્સ્ટી કોવેન્ટ્રીને મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે 2028માં લોસ એન્જલસ ખાતે યોજાનારી ઓલિમ્પિક્સમાં ક્રિકેટના ફરીથી સમાવેશ અંગે ચર્ચા કરી હતી. જય શાહે આ મુલાકાત દરમિયાન અત્યાર સુધી થયેલી પ્રગતિ અને ઓલિમ્પિક કેમ્પેઇના વિકાસમાં ક્રિકેટની મહત્વપૂર્ણ ભૂમિકાને ઉજાગર કરી હતી. આ મુલાકાત અંગે જય શાહે સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે, LA28 અને ઓલિમ્પિક રમતોમાં ક્રિકેટના પુનરાગમન અંગે અમારી વર્તમાન ચર્ચાઓ જાળવી રાખવા માટે આઇઓસીનાં પ્રેસિડેન્ટ કર્સ્ટી કોવેન્ટ્રી સાથે મુલાકાતથી ખુશી થઇ. આ મુલાકાત સફળ રહી છે.

LEAVE A REPLY