IELTS scam in Mehsana
Optical exam form with pen and eraser.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ માસમાં લેવામાં આવેલી ધો.10ની પરીક્ષાનું પરિણામ ગુરુવાર, 25 મેએ જાહેર કરાયું હતું. સમગ્ર રાજ્યનું પરિણામ 64.62 ટકા જેટલું આવ્યું છે, જે ગયા વર્ષના 65.18 ટકા કરતાં ઓછું છે.

સુરત જિલ્લાનું સૌથી વધુ 76.45 ટકા, જ્યારે દાહોદ 40.75 ટકા સૌથી ઓછુ પરિણામ આવ્યું હતું. બનાસકાંઠાના કુંભારિયા કેન્દ્રનું સૌથી વધુ 92.95 ટકા અને નર્મદાની ઉતાવળી કેન્દ્રનું સૌથી ઓછું 11.94 ટકા પરિણામ આવ્યું હતું.
સુરત 76.45 ટકા, અમદાવાદ શહેરમાં 64.18 ટકા, ગાંધીનગરમાં 68.25 ટકા, બનાસકાંઠામાં 66.62 ટકા, વડોદરામાં 62.24 ટકા, મહેસાણામાં 64.47 ટકા, રાજકોટમાં 72.74 ટકા, અમરેલીમાં 64.30 ટકા અને મોરબીમાં મોરબી 75.43 ટકા પરિણામ આવ્યું હતું.

ધો.10માં માતૃભાષા ગુજરાતીમાં 96,000 વિદ્યાર્થીઓ નાપાસ

ગુજરાતમાં ધોરણ 10નું બોર્ડનું રિઝલ્ટ 25મેએ જાહેર કરાયું હતું. સૌથી વધુ વિદ્યાર્થી વિજ્ઞાન અને ગણિત વિષયમાં નાપાસ થયા છે. વિજ્ઞાનમાં 2.37 લાખ અને ગણિતમાં 1.97 લાખ વિદ્યાર્થી નાપાસ થયા હતા. ચોંકાવનારી બાબત એ છે કે ગુજરાતી વિષયમાં 96,000 વિદ્યાર્થીની નાપાસ થયા હતા.

વિજ્ઞાન અને ગણિત બાદ વિદ્યાર્થીને સૌથી અઘરો વિષય અંગ્રેજી લાગ્યો છે. અંગ્રેજી દ્વિતીય ભાષામાં પણ 95,544 વિદ્યાર્થીની વિકેટ પડી હતી. આમ, ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીનો બે તરફથી ફટકો પડ્યો હતો. ગુજરાતી માધ્યમના વિદ્યાર્થી પ્રથમ ભાષા ગુજરાતીમાં મોટી સંખ્યામાં નાપાસ થયા છે. બીજી બાજુ તેમની દ્વિતીય ભાષા અંગ્રેજી હતી તેમાં પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થી નાપાસ થયા છે.

LEAVE A REPLY

six − 1 =