બેસ્ટવે ફાઉન્ડેશનના ચેરમેન બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ સર અનવર પરવેઝ OBE H Pk  તથા ગ્રુપ CEO લોર્ડ ઝમીર ચૌધરી CBE SI Pk એ નેશનલ બ્રેઈન અપીલના CEO ક્લેર વૂડ હિલને £100,000 નો ચેક અર્પણ કર્યો હતો.

ચેક પ્રેઝન્ટેશનમાં નેશનલ હોસ્પિટલના કન્સલ્ટન્ટ ન્યુરોલોજીસ્ટ ડો. હાદી માંજી તેમજ બેસ્ટવે ગ્રુપના બોર્ડ અને બેસ્ટવે ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓએ પણ હાજરી આપી હતી. આ રકમ આ વર્ષે જૂનમાં યોજાયેલા બેસ્ટવેના વાર્ષિક એસ્કોટ ચેરિટી રેસ ડે દ્વારા એકત્ર કરાઇ હતી. જેમાં બેસ્ટવેના 800થી વધુ સપ્લાયર ભાગીદારો, સહકાર્યકરો, પ્રેસ અને ચેરિટીએ હાજરી આપી હતી.

બેસ્ટવે ફાઉન્ડેશને વિવિધ ચેરિટીઝ, હોસ્પિટલો, શાળાઓ, યુનિવર્સિટી શિષ્યવૃત્તિના ભંડોળ સહિત વિવિધ સખાવતી કાર્યો માટે £35 મિલિયન કરતાં વધુ રકમનું દાન આપ્યું છે.

ચેરિટી રેસ ડે બેસ્ટવે હોલસેલની સૌથી મોટી કોર્પોરેટ ઇવેન્ટ્સ છે અને 1994થી આજ દિન સુધીમાં 26થી વધુ સખાવતી સંસ્થાઓએ એકત્ર કરાયેલ ભંડોળનો લાભ મેળવ્યો છે.

ક્લેર વુડ હિલે કહ્યું હતું કે “અમે ધ નેશનલ બ્રેઈન અપીલને ટેકો આપવા માટે બેસ્ટવેના અતિશય આભારી છીએ. અમારી ચેરિટી ન્યુરોલોજીકલ પરિસ્થિતિઓથી પ્રભાવિત લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવવા માટે સમર્પિત છે. £100,000 અમને ક્વીન સ્ક્વેર ખાતે અગ્રણી રીસર્ચ, નવીન સારવાર અને વર્લ્ડક્લાસ સુવિધાઓ માટેનું ભંડોળ ચાલુ રાખવામાં મદદ કરશે.”

લોર્ડ ચૌધરીએ ઉમેર્યું હતું કે “અમે બીજી વખત નેશનલ બ્રેઈન અપીલ ચેરિટીના કાર્યને સમર્થન આપવા માટે ખૂબ જ ખુશ છીએ.”

‘નેશનલ બ્રેઈન અપીલ ચેરિટી’ દ્વારા નેશનલ હોસ્પિટલ ફોર ન્યુરોલોજી એન્ડ ન્યુરોસર્જરી અને ક્વીન સ્ક્વેર, લંડન ખાતે આવેલી યુસીએલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુરોલોજી માટે મહત્વપૂર્ણ ભંડોળ એકત્ર કરવા માટે સમર્પિત છે. આ હોસ્પિટલ મગજ, કરોડરજ્જુ અને નર્વસ સિસ્ટમના રોગોની સારવાર માટે યુકેનું અગ્રણી કેન્દ્ર છે.

LEAVE A REPLY

4 × one =