નવા વેલ્ફેર ક્લેમ્પડાઉન હેઠળ સરકાર અગામી ઓટમ સ્ટેટમેન્ટમાં આકરો અભિગમ અપનાવી લાખ્ખો લોકોના બેનીફીટ કાપનાર છે. સરકાર ઘરેથી બહાર નીકળી નહિં શકનાર અને માનસિક રીતે બીમાર લોકોને ઘરેથી કામ કરવાનું કહેશે. પણ જે લોકો કામ કરવા તૈયાર નહિં હોય તેમના બેનીફીટ રદ કરાશે.
વડા પ્રધાન ઋષિ સુનકે કહ્યું હતું કે ‘’આ એક ‘રાષ્ટ્રીય કૌભાંડ’ છે અને 20 લાખ લોકો પાસે નોકરી નથી. સરકાર માને છે કે આધુનિક ટેક્નોલોજીને કારણે હવે ઘર છોડવામાં અસમર્થ હોય તેવા લોકોને રોજગાર શોધવામાં કોઈ અવરોધ નડતો નથી. સરકારનું ધ્યાન સુધારા પર રહેશે, કાપ પર નહિં.’’
વડા પ્રધાને જણાવ્યું હતું કે ‘’લોકોને વેલ્ફેર બેનીફીટમાંથી બહાર કાઢીને કામ પર લાવવાથી સરકાર જેઓ કામ કરી શકતા નથી તેમને સારો લાભ આપી શકશે. બેનિફીટ નહિં લઇને લોકો કામ કરવું તે જ ગરીબીમાંથી બહાર નીકળવાનો શ્રેષ્ઠ માર્ગ છે’.
2025ના નવા દાવેદારો એક વર્ષમાં £4,680 સુધીની કિંમતનો બેનીફીટ ગુમાવી શકે છે. સુનકે એકંદર લાભો પર કપાત મૂકવામાંથી પીછેહઠ કરી હતી. સ્ટેટ પેન્શન પણ હવે ટ્રિપલ લૉકના અનુસંધાનમાં એટલે કે 8.5 ટકા જેટલું વધારવામાં આવે તેવી શક્યતા છે. આ ઉપરાંત ટ્રેઝરી શ્રીમંત પેન્શનરોનું વિન્ટર ફ્યુઅલ પેયમેન્ટ બંધ કરી શકે છે. જે હાલમાં વાર્ષિક £600 સુધીનું છે.
નોકરી ઇચ્છતા લોકો માટે વધારાની સહાય અને તાલીમ અપાશે. પણ જેઓ કામ શોધવાનો ઇનકાર કરશે તેમના પર સખત પ્રતિબંધો સાથે લાભો સંપૂર્ણપણે બંધ થઈ શકે છે.