ફાઇલ ફોટો (ANI Photo)

આગામી વર્ષે એપ્રિલ-મે મહિનામાં લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે 81.35 કરોડ ગરીબોને દર મહિને પાંચ કિગ્રા મફત અનાજ આપવાની યોજનાને વધુ પાંચ વર્ષ લંબાવી છે. તેનાથી સરકારની તિજોરીને આશરે રૂ.11.80 લાખ કરોડનો બોજો મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંગળવારે મળેલી કેબિનેટની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો.

કેબિનેટના નિર્ણયોની  વિગતો આપતા માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) 1 જાન્યુઆરી, 2024થી વધુ પાંચ વર્ષ માટે લંબાવવામાં આવી છે. આગામી પાંચ વર્ષમાં યોજના પર ખર્ચ આશરે રૂ. 11.8 લાખ કરોડ થશે.

આ યોજના છેલ્લે 31 ડિસેમ્બર, 2023 સુધી લંબાવવામાં આવી હતી. સત્તાવાર રિલીઝમાં જણાવાયું હતું કે લાભાર્થીઓના કલ્યાણને ધ્યાનમાં રાખીને અને લક્ષ્યાંકિત વસ્તી માટે અનાજની સુલભતા, પોષણક્ષમતા અને ઉપલબ્ધતાના સંદર્ભમાં ખાદ્ય સુરક્ષાને મજબૂત કરવા અને સમગ્ર રાજ્યોમાં એકરૂપતા જાળવવા માટે પાંચ વર્ષ માટે PMGKAY હેઠળ  મફતમાં અનાજ પૂરું પાડવાનું ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

LEAVE A REPLY