બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ, શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજ સહિતનું શુક્રવારે નડિયાદમાં આગમન થયું હતું. મંદિર પરિસરમાં પ્રવેશતા શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજ અને પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજને વધાવવા માટે મુખ્ય પ્રવેશદ્વારથી સભાગૃહ સુધીના આગમન પથ પર ફૂલોની કલાત્મક રંગોળી રચીને સમગ્ર માર્ગને વિવિધ તોરણો, કમાનોથી સુશોભિત કરવામાં આવ્યો હતો.

સ્વામીશ્રી પધાર્યા ત્યારે આકર્ષક પરિવેશમાં બાળકોએ પુષ્પવૃષ્ટિ કરીને સ્વામીશ્રીને વધાવ્યા હતા. શહેરના અગ્રણીઓ સહિત સમગ્ર ચરોતરમાં પ્રસરેલ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરોના સંતો, હરિભક્તો શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજ અને ગુરૂહરિને વધાવવા માંટે ખૂબ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. આ પ્રસંગે કોઠારી પૂજ્ય સર્વમંગલ સ્વામીએ સ્વામીશ્રીને પુષ્પહાર પહેરાવી અભિવાદન કરી આવકાર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, તા. ૧ થી ૧૫ ડીસેમ્બર સુધી મૂર્તિપ્રતિષ્ઠા નિમિતેના વિવિધ કાર્યક્રમો મુજબ નડિયાદ મંદિર ખાતે સ્વામીશ્રીના દર્શન અને સત્સંગનો લાભ મળશે.

LEAVE A REPLY