ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ (EIU)ના તાજેતરના એક રીપોર્ટમાં જણાવ્યા મુજબ, આ વર્ષે વિશ્વના સૌથી મોંઘા શહેરોમાં સિંગાપોર અને ઝુરિચ મોખરે છે. પછીના ક્રમે જીનીવા, ન્યૂયોર્ક અને હોંગકોંગ છે. રીપોર્ટમાં વધુમાં જણાવ્યું હતું કે, વૈશ્વિક ક્ષેત્રે જીવનલક્ષી ખર્ચનું સંકટ હજુ સુધી પૂર્ણ થયું નથી.

રીપોર્ટમાં જણાવ્યા મુજબ, “સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતી 200થી વધુ ચીજ-વસ્તુઓ અને સર્વિસીઝની કિંમતોમાં દર વર્ષે સરેરાશ 7.4 ટકાનો વધારો થયો છે, જે ગત વર્ષે રેકોર્ડ 8.1 ટકાથી ઓછી હતી.” વિવિધ શ્રેણીઓમાં ઉંચી કિંમતોના કારણે સિંગાપોર છેલ્લા 11 વર્ષમાં નવમી વખત આ યાદીમાં મોખરાના સ્થાને છે. સરકારના કારની સંખ્યા અંગેના કડક નિયંત્રણોને કારણે, સિંગાપોરમાં ટ્રાન્સપોર્ટેશન વિશ્વમાં સૌથી મોંઘુ છે. અહીં દારુ, કપડા અને ગ્રોસરી સહિતની જીવન જરૂરી ચીજ-વસ્તુઓ ખૂબ જ મોંઘી છે. સ્વિસ ફ્રાંકની મજબૂત સ્થિતિ અને ગ્રોસરી, ઘરની ચીજ-વસ્તુઓ અને મનોરંજનના ઉંચી કિંમત ઝુરિચની વૃદ્ધિને પ્રતિબિંબિત કરે છે. જીનીવા અને ન્યૂયોર્ક સંયુક્ત રીતે ત્રીજા ક્રમે હતા, જ્યારે હોંગકોંગ પાંચમા અને લોસ એન્જલસ છઠ્ઠા ક્રમે હતા.

LEAVE A REPLY

4 − 3 =