ભારતીય ચેસ ગ્રાન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનન્ધા, વૈશાલી અને વિદિત(ANI Photo/Mohd Zakir)

ભારતની મહિલા ચેસ ખેલાડી આર. વૈશાલી તાજેતરમાં સ્પેનના એલ લોબ્રેગેટ ઓપનમાં ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ પ્રાપ્ત કરનારી દેશની ત્રીજી મહિલા ખેલાડી બની છે. આ સાથે જ તે પોતાના ભાઈ આર. પ્રજ્ઞાનંદ સાથે ચેસમાં વિશ્વની પ્રથમ ભાઈ-બહેન ગ્રાન્ડમાસ્ટર જોડી બની છે. વૈશાલીએ આ સિદ્ધિ ગયા સપ્તાહે શુક્રવારે 2500 ઈએલઓ રેટિંગ પોઈન્ટ પુરા કરીને મેળવી હતી.

વૈશાલી ભારતની 84મી અને ત્રીજી મહિલા ગ્રાન્ડમાસ્ટર (જીએમ) છે. કોનેરુ હમ્પી અને ડી. હરિકા ભારતની બે અન્ય મહિલા ચેસ ગ્રાન્ડમાસ્ટર છે. 22 વર્ષની વૈશાલીએ સ્પેનમાં 2500 ELO રેટિંગનો આંકડો પાર કર્યો હતો.

પ્રજ્ઞાનંદ અને વૈશાલી વિશ્વ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાઈંગ ટુર્નામેન્ટના કેન્ડીડેટ્સમાં સ્થાન મેળવનારી પ્રથમ ભાઈ-બહેનની જોડી પણ બની છે. કેન્ડીડેટ્સ ટુર્નામેન્ટ એપ્રિલમાં ટોરોન્ટોમાં રમાશે. વૈશાલીના નાના ભાઈ પ્રજ્ઞાનંદે 2018માં ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ પ્રાપ્ત કર્યો હતો. તે વખતે એ માત્ર 12 વર્ષનો હતો. હમ્પી ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ પ્રાપ્ત કરનારી વિશ્વની સૌથી યુવા મહિલા ખેલાડી છે. તે 15 વર્ષની ઉંમરે 2002માં ગ્રાન્ડમાસ્ટર બની હતી.

LEAVE A REPLY

8 − 7 =