બોલિવૂડ અભિનેત્રી એલી અવરામે 'ફિલ્મફેર ઓટીટી એવોર્ડ્સ 2022'માં તસવીરો માટે પોઝ આપ્યો, (ANI Photo)
કોરોનાકાળથી ભારતમાં OTTનું મહત્ત્વ વધ્યું છે. દર્શકોને ફિલ્મોની સામે વેબસીરીઝનો વિકલ્પ મળ્યો છે. બોલીવૂડના ઘણા કલાકારો આ ડિજિટલ પ્લેટફોર્મ તરફ વળ્યા છે. જેમ દર વર્ષે ફિલ્મફેર દ્વારા વિવિધ કેટેગરીમાં ફિલ્મકારોને એવોર્ડ આપવામાં આવે છે તેમ હવે ફિલ્મફેર દ્વારા OTT માટે એવોર્ડઝ આપવાનું શરૂ થયું છે. આ વર્ષે વેબસિરીઝ તથા કલાકારોનું ફિલ્મફેર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
આલિયા ભટ્ટ, વિજય વર્મા, સુવિન્દર વિકી, રાજશ્રી દેશપાંડે, કરિશ્મા તન્ના, સોનાક્ષી સિંહા, મનોજ બાજપેયી, રાજકુમાર રાવ, શર્મિલા ટાગોર અને સાન્યા મલ્હોત્રા સહિતના જાણીતા કલાકારોને તેમની પ્રતિભા માટે જુદી જુદી કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા છે. વિક્રમાદિત્ય મોટવાણીની વેબસિરીઝ ‘જ્યુબિલી’એ 9 એવોર્ડ જીત્યા છે. બેસ્ટ સિનેમેટોગ્રાફર, બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન, બેસ્ટ VFX, બેસ્ટ બેકગ્રાઉન્ડ મ્યૂઝિક, બેસ્ટ ઓરિજિનલ સાઉન્ડટ્રેક અને બેસ્ટ સાઉન્ડ ડિઝાઇન સહિતની કેટેગરીમાં તેને એવોર્ડ્ઝ મળ્યા હતા.
જોકે, શ્રેષ્ઠ વેબસિરીઝની કેટેગરીમાં સ્કૂપ મેદાન મારી ગઇ હતી. શ્રેષ્ઠ સિરીઝ ક્રિટિક્સ ચોઇસ તરીકે ટ્રાયલ બાય ફાયર તથા શ્રેષ્ઠ દિગ્દર્શનનો એવોર્ડ વિક્રમાદિત્ય મોટવાણીને જ્યુબિલી માટે મળ્યો હતો. ક્રિટિક્સ ચોઇસ બેસ્ટ ડાયરેક્ટર કેટેગરીમાં કોહરા વેબસિરીઝ માટે રણદીપ ઝા, બેસ્ટ એક્ટર તરીકે દહાડ વેબ સિરીઝ માટે વિજય વર્માને મળ્યો હતો. બેસ્ટ એક્ટર મહિલા કેટેગરીમાં સ્કૂપ વેબ સિરીઝ માટે કરિશ્મા તન્નાને તથા સોનાક્ષી સિંહાને દહાડ વેબ સિરીઝ માટે મળ્યો હતો.
વેબ ઓરિજિનલ ફિલ્મ કેટેગરીમાં મનોજ બાજપાઇને ‘સિર્ફ એક હી બંદા કાફી હૈ’ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. ક્રિટીક્સ ચોઇસમાં રાજકુમાર રાવને બેસ્ટ એક્ટરનો એવોર્ડ ‘મોનિકા ઓ માય ડાર્લિંગ’ માટે મળ્યો હતો. મહિલાઓની કેટેગરીમાં આલિયા ભટ્ટને બેસ્ટ એકટ્રેસ એવોર્ડ ડાર્લિંગ્સ માટે મળ્યો હતો, જ્યારે એ જ ફિલ્મ માટે શેફાલી શાહને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. બેસ્ટ એક્ટ્રેસ ક્રિટિક્સ ચોઇસ એવોર્ડ શર્મિલા ટાગોરને ગુલમોહર માટે તથા સાન્યા મલ્હોત્રાને કઠહલ માટે મળ્યો.

એવોર્ડઝ વિજેતાઓની યાદી

બેસ્ટ સપોર્ટિંગ એક્ટર, સિરીઝ (પુરુષ): ડ્રામા – બરુણ સોબતી (કોહરા)
બેસ્ટ સપોર્ટિંગ એક્ટર, સિરીઝ (સ્ત્રી): ડ્રામા – તિલોત્તમા શોમ (દિલ્હી ક્રાઈમ સીઝન 2)
બેસ્ટ એક્ટર, સિરીઝ (પુરુષ): કોમેડી – અભિષેક બેનર્જી (ધ ગ્રેટ વેડિંગ્સ ઓફ મુન્નેસ)
બેસ્ટ એક્ટર, સિરીઝ (સ્ત્રી): કોમેડી – માનવી ગાગ્રુ (ટીવીએફ ટ્રિપલિંગ)
બેસ્ટ ડિરેક્ટર વેબ ઓરિજિનલ ફિલ્મ – અપૂર્વ સિંહ કાર્કી (સિર્ફ એક બંદા કાફી કાફી)
બેસ્ટ સપોર્ટિંગ એક્ટર, વેબ ઓરિજિનલ ફિલ્મ (પુરુષ) – સૂરજ શર્મા (ગુલમોહર)
બેસ્ટ સપોર્ટિંગ એક્ટર, સિરીઝ (પુરુષ): કોમેડી – અરુણાભ કુમાર (TVF પિચર્સ S2)
બેસ્ટ કોમેડી (સિરીઝ/સ્પેશિયલ) – TVF પિચર્સ S2
બેસ્ટ નોન-ફિક્શન ઓરિજિનલ, (સિરીઝ/વિશેષ) – સિનેમા મરતે દમ તક.

LEAVE A REPLY

4 × 2 =