અમેરિકામાં ભારતીય મૂળના રિપબ્લિકન પ્રમુખપદના ઉમેદવાર વિવેક રામાસ્વામી જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ સોમવારે પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી હતી. આરોપીએ ચૂંટણી કાર્યક્રમ દરમિયાન રામાસ્વામી અને બીજા લોકોને મારી નાંખવાની ધમકી આપી હતી.
યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર ન્યૂ હેમ્પશાયરના ડોવરના 30 વર્ષીય ટાયલર એન્ડરસને આગામી ચૂંટણીપ્રચાર અંગેના લેખિત સાહિત્યના જવાબમાં ધમકી આપતા બે મેસેજ કર્યા હતા. એક મેસેજમાં તેને જણાવ્યું હતું કે “હું હાજરી આપનાર દરેકને મારી નાખીશ અને પછી તેમના શબ સાથે દુર્વ્યવહાર કરીશ.”
એફબીઆઈની એફિડેવિટમાં જણાવાયું હતું કે રામાસ્વામીની ચૂંટણીપ્રચાર ટીમે તાકીદે પોલીસને જાણ કરી હતી. રામાસ્વામીએ એન્ડરસનની ઝડપથી ધરપકડની કાર્યવાહી માટે કાયદા અમલીકરણ એજન્સીઓનો આભાર વ્યક્ત કર્યો કર્યો હતો. એન્ડરસનને પાંચ વર્ષ સુધીની જેલ, અને $250,000 સુધીના દંડન થઈ શકે છે.