Portraits - Advertising Week Europe
Amol Rajan (Photo by John Phillips/Getty Images for Advertising Week)

બીબીસી પ્રેઝન્ટર અને યુનિવર્સિટી ચેલેન્જ હોસ્ટ અમોલ રાજને જણાવ્યું હતું કે ગયા વર્ષે તેના પિતાના અવસાન બાદ તેણે આત્મહત્યા કરવાનો વિચાર કર્યો હતો. તે જીવનનો અંત લાવી પિતાને ફરીથી જોવા માંગતા હતા.

જાન્યુઆરી 2022માં તેમના પિતા પી વરદરાજનને ન્યુમોનિયા સાથે હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ થોડા સમય પછી તેમનું અવસાન થયું હતું.

બીબીસી રેડિયો 4 પરના ટુડે પ્રોગ્રામના પ્રેઝન્ટર અને 40 વર્ષના રાજને ધ મિડ પોઈન્ટ પોડકાસ્ટને જણાવ્યું હતું કે ‘’પિતાનું મૃત્યુ સૌથી આઘાતજનક બાબત હતી જેમાંથી હું પસાર થયો હતો.  આઠ મહિના સુધી હું દરરોજ રાત્રે પિતાનું સપનું જોતો હતો અને તેમના મૃત્યુથી ગહન અશાંતિ પેદા થઇ હતી. હું આત્મહત્યા કરવામાં માનતો નથી અને ક્યારેય કરીશ પણ નહીં. પણ મેં પહેલીવાર આમ વિચાર્યું હતું. હું ધાર્મિક કુટુંબમાં ઉછર્યો છું પણ હું બિલકુલ ધાર્મિક નથી.”

રાજને કહ્યું હતું કે ‘’રાણીના મૃત્યુ પછી મેં રાજાને પત્ર લખ્યો હતો અને તેમાંથી એક સામાન્ય, સરસ પ્રતિસાદ મળ્યો. મેં માઈકલ ગોવ તેમજ બ્રોડકાસ્ટિંગમાં કામ કરતા લોકોને પત્ર લખ્યો હતો. હું તેમને કહેવાનો પ્રયાસ કરતો હતો કે તમે એકલા નથી, સમય તમને મદદ કરશે.’’

રાજનનો જન્મ ભારતના કલકત્તામાં હિંદુ માતા-પિતામાં થયો હતો અને ત્રણ વર્ષની ઉંમરે લંડન રહેવા આવ્યા હતા.

LEAVE A REPLY