ફેલ્ધામ અને હેસ્ટનના એમપી સીમા મલ્હોત્રાએ 4 ડિસેમ્બરે હાઉસ ઓફ કોમન્સના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત સોળમી સદીના સ્પેનિશ મિશનરી અને ગોવાના પેટ્રન સંત સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર ફીસ્ટનું આયોજન સ્થાનિક રહેવાસી પામિલા રોડ્રિગ્સ સાથે કર્યું હતું. જેમાં 70થી વધુ મહેમાનોએ હાજરી આપી હતી.

3 ડિસેમ્બરે વિશ્વભરમાં ઉજવાતો આ તહેવાર ગોઅન કેથોલિક કેલેન્ડરની સૌથી નોંધપાત્ર તારીખોમાંનો એક છે. આ કાર્યક્રમમાં ઓસ્ટરલીના પેરિશ પ્રિસ્ટ ફાધર ફિરોઝ ફર્નાન્ડિસ SFXની ધાર્મિક સર્વિસ સાથે સાંસ્કૃતિક પ્રદર્શન યોજાયા હતા. તેમાં ભારતીય હાઈ કમિશનના મિનિસ્ટર ફોર કો-ઓર્ડીનેશન દીપક ચૌધરી તેમજ હાઉન્સલો અને સમગ્ર દેશમાંથી ગોઅન સમુદાયના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. જે સંસદમાં ગોઅન સંસ્કૃતિ અને યુકેની અર્થવ્યવસ્થા અને સમાજમાં ગોઅન સમુદાયના યોગદાનની ઉજવણી અને શેર કરવાની તક બની રહી હતી.

એમપી સીમા મલ્હોત્રાએ કહ્યું હતું કે “સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર ફીસ્ટની યજમાની અને સંસદમાં તેની ઉજવણી કરવા માટે સ્થાનિક ગોઅન સમુદાય સાથે કામ કરવાથી મને ખૂબ આનંદ થયો. મને હંમેશા અમારી વિવિધતા પર ગર્વ છે જેના દ્વારા અમે અમારા વારસા સાથે મજબૂત કડી બનાવીએ છીએ. મેં હાઉન્સલો ગોઅન સમુદાયને વધતો જોયો છે જેઓ અમારા સ્થાનિક વિસ્તારમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.”

પામિલા રોડ્રિગ્સ અને ફાધર ફિરોઝ ફર્નાન્ડિસ SFXએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતાં.

LEAVE A REPLY

4 × four =