ભારતીય મૂળના સ્ટેન્ડ અપ કોમેડિયન નીલ નંદાનું 32 વર્ષની નાની વયે આંચકાજનક નિધન થયું હતું. તેઓ છેલ્લે જિમી કિમેલ લાઇલ પર દેખાયા હતા. તેમના મેનેજર ગ્રેગ વેઇસે 24 ડિસેમ્બરે આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે નીલ નંદાના નિધનથી મેં ઊંડા આઘાતની લાગણી અનુભવી છે અને હું જબરદસ્ત દુઃખી છું.
“તે એક અદભૂત કોમેડિયન હતો અને તેના કરતાં વધુ સારો વ્યક્તિ હતો. તેને હજી ઘણી દુનિયા જોવાની બાકી હતી.”
નંદાના નિધનના સમાચાર બહાર આવ્યા તેમ ઘણા ચાહકો, મિત્રો અને સાથી કલાકારો શ્રદ્ધાંજલિ આપવા માટે સોશિયલ મીડિયા પર આવ્યા.”
સાથી હાસ્ય કલાકાર મારિયો એડ્રિઓન, જેમણે તાજેતરમાં નંદા સાથે પર્ફોર્મન્સ આપ્યું હતું, તેમણે પણ તેના મિત્રને હૃદયવિદારક મેસેજ લખ્યો હતો. “મેં તેની સાથે ગયા અઠવાડિયે જ કેનેડામાં શો કર્યો હતો અને મારા હૃદયમાં જાણે ઘા પડ્યો હોય તેવું અનુભવું છું,” એમ એડ્રિઓને ઇન્સ્ટાગ્રામ પર લખ્યું. અમે ફક્ત આ વર્ષે જ મળ્યા હતા પરંતુ તેમણે મારી લાઈફમાં ખૂબ જ પ્રકાશ અને સકારાત્મકતા લાવી.”
“નીલ એક મહાન હાસ્ય કલાકાર હતો અને તેણે હંમેશા તેની આસપાસના અન્ય લોકોને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો – હું તેનો આભારી છું કે હું તેને મળી શક્યો,” તેણે ઉમેર્યું. “તેના પરિવાર અને દરેકને જેઓ શોક કરી રહ્યા છે તેમને ખૂબ પ્રેમ!”
નંદાએ અગાઉ જ્યાં પ્રદર્શન કર્યુ હતું તે પોર્ટ કોમેડી ક્લબ તેમના વારસાને માન આપવા 23 ડિસેમ્બરના રોજ તેમના ઇન્સ્ટાગ્રામ પેજ પર આવી હતી. ક્લબે જણાવ્યું હતું કે ખૂબ જ ભારે હૃદયથી અમે મહાન કોમેડિયન નીલ નંદાને અલવિદા કહીએ છીએ.”.” તેમના નિધનના સમાચારથી એકદમ આઘાત લાગ્યો. છે.