પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ન્યૂયોર્કમાં ભારતીય મૂળના એક વ્યક્તિને તેના ઘરનો કબ્જો મેળવનારું વ્યક્તિ ઘર છોડીને ગયું ત્યારે “ક્રિસમસ ચમત્કાર” અનુભવ્યો હતો. આ વ્યક્તિ દાયકાથી ઘરનું કબ્જેદાર હતું. ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર, બોબી ચાવલાના કુટુંબે 22 મહિના પહેલા બેંકની હરાજીમાં ઘર ખરીદ્યું હતું, પણ તે આ ઘરમાં રહેવા જઈ શકે તેમ ન હતા.

તેનું કારણ એ હતું કે ત્યાં રહેતા બેરી અને બાર્બરા પોલેકે ઘર છોડવાનો ઇનકાર કર્યો હતો. આ દંપતીએ એક દાયકા કરતાં વધુ સમયથી તેમના લોનના હપ્તા ચૂકવ્યા ન હતા અને વિડીયોમાં ચાવલા પરિવારને “પાકિસ્તાન પાછા જવાનું” કહેતા પકડાયા હતા.

પોસ્ટે અહેવાલ આપ્યો કે પોલાક્સે સપ્ટેમ્બર 1990માં $255,000માં ઘર ખરીદ્યું હતું. જો કે, 2006 સુધીમાં તેઓને થોડી આર્થિક મુશ્કેલી આવી અને તેઓએ તેમના લોનના હપ્તા ચૂકવવાનું બંધ કરી દીધું. વધુમાં, બેંકને ઘરનો કબજો લેવાથી રોકવા માટે, દંપતીએ ત્રણ અલગ-અલગ કોર્ટોમાં નાદારી નોંધાવવાનું શરૂ કર્યું હતું આનાથી કોર્ટે 17 વર્ષ માટે સ્ટે આપ્યો હતો, એટલે કે પોલાક્સ લગભગ બે દાયકા સુધી હપ્તા ચૂકવ્યા વિના ન્યૂયોર્કના મકાનમાં રોકાયા હતા.

જોકે 2008માં ઘર આખરે બેંકની હરાજીમાં વેચાયું હતું. પોલાક્સને ઘરમાં તેમના રોકાણને લંબાવવાથી રોકવા માટે, એક ફેડરલ નાદારી ન્યાયાધીશે ગયા અઠવાડિયે પોલાક્સને વધુ ફાઇલિંગ પર પ્રતિબંધ મૂક્યો હતો. જો કે તે પછી પણ, જ્યાં સુધી ન્યૂયોર્ક પોસ્ટ દ્વારા કોર્ટ સિસ્ટમના તેમના દુરુપયોગનો પર્દાફાશ ન થાય ત્યાં સુધી દંપતીએ બહાર જવાનો ઇનકાર કર્યો હતો.

છેવટે દંપતી આખરે શુક્રવારે બહાર નીકળી ગયું અને ન્યૂયોર્કનું ઘર ખાલી હોવાનું જણાયું. તે ક્રિસમસના ચમત્કાર જેવું લાગે છે, હું તેના પર વિશ્વાસ કરી શકતો નથી,” એમ ચાવલાએ જણાવ્યું હતું.

 

LEAVE A REPLY

fifteen + 17 =