કેવડિયા ખાતેના વિશ્વ પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 5 વર્ષમાં પ્રથમવાર પ્રવાસીનો આંકડો 2023માં 50 લાખને પાર થયો હતો. 29 ડિસેમ્બર 2023 સુધીમાં 50,29,147 પ્રવાસીઓએ એકતાનગરની મુલાકાત લીધી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રારંભ થયો ત્યારથી 5 વર્ષમાં અહીં કુલ 1,75,26,688 પ્રવાસી નોંધાયા હતા.

વર્ષ 2018 – 4,53,020
વર્ષ 2019 – 27,45,474
વર્ષ 2020 – 12,81,582
વર્ષ 2021 – 34,32,034
વર્ષ 2022 – 45,84,789
વર્ષ 2023 – 50,29,147* ( 29/12/2023 સુધી*)

23 ડિસેમ્બર 2023થી અત્યાર સુધીમાં 4 લાખ કરતા વધારે પ્રવાસીઓ નોંધાયા છે. પ્રવાસી વધવાના મુખ્ય કારણોમાં પ્રત્યેક વયજુથના પ્રવાસીઓ માટે અનેક પ્રવાસીય આકર્ષણો, ટ્રાન્સપોર્ટની સુવિધાઓમાં વધારો, રાત્રિરોકાણ માટે પરંપરાગત આદિવાસી હોમ સ્ટેની સુવિધાઓમાં વધારો, રજાઓના દિવસોમાં 98 બસની સુવિધાઓ, સ્વચ્છ અને સુઘડ કેમ્પસ, સ્થાનિકોને રોજગારીમાં પ્રાધાન્ય આપવા થકી આર્થિક અને સામાજિક વિકાસ વગેરેનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY