અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના જોલિયેટના બે મકાનોમાં બંદુકધારીએ કરેલા ફાયરિંગમાં સાત લોકોના મોત થયા હતા. હુમલાખોરે હેન્ડગનથી પોતાની જાતને પણ ગોળી મારીને આપઘાત કર્યો હતો, એમ સત્તાવાળાએ મંગળવારે જણાવ્યું હતું. શંકાસ્પદની ઓળખ 23 વર્ષના રોમિયો નેન્સ તરીકે થઈ હતી.
જોલિયટ પોલીસ વિભાગે એક અખબારી નિવેદનમાં જણાવ્યું હતું કે 2212 વેસ્ટ એકર્સ રોડ ખાતેના એક નિવાસસ્થાનમાં પાંચ લોકોના ગોળી વાગતા મૃત હાલતમાં મળી આવ્યા હતા, જ્યારે 2225 વેસ્ટ એકર્સ રોડ ખાતેના એક ઘરમાંથી અન્ય બે મૃતદેહો મળી આવ્યા હતા. આ બંને ગોળીબાર 21 જાન્યુઆરી, 2024ના રોજ થયા હતા.આ તપાસ દરમિયાન, ડિટેક્ટીવ્સે ઝડપથી 23 વર્ષીય રોમિયો નેન્સને વેસ્ટ એકર્સ રોડ પરના હત્યાકાંડમાં શંકાસ્પદ તરીકે ઓળખી કાઢ્યો હતો. આરોપી વિલ કાઉન્ટી શેરિફ ઓફિસ દ્વારા તપાસ કરવામાં આવી રહેલા જીવલેણ ગોળીબારમાં પણ સામેલ હતો.
યુએસ માર્શલે નાન્સ ટેક્સાસના નતાલિયા નજીક હોવાનું શોધી કાઢ્યું હતું. ટેક્સ સત્તાવાળા સાથેના સંઘર્ષ બાદ તેને હેન્ડગન વડે પોતાનો જીવ લીધો હતો.
હુમલાખોર મૃત્યુ પામેલા લોકોના પરિવારને પહેલેથી જ ઓળખતો હતો. પોલીસે કહ્યું હતું કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આરોપીઓએ લોકોની હત્યા શા માટે કરી. જો કે પોલીસને શંકા છે કે તમામ મૃતકો એક જ પરિવારના સભ્યો છે.
ગન વાયોલન્સ આર્કાઇવના ડેટા અનુસાર ચાલુ વર્ષના પ્રથમ ત્રણ સપ્તાહમાં ફાયરિંગથી 875ના મોત થયા છે.