(Photo by David Becker/Getty Images)

અમેરિકામાં પ્રમુખની ચૂંટણી પહેલા ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને માનહાનિના એક કેસમાં મોટો ફટકો પડ્યો હતો. ન્યૂયોર્કના એક જ્યુરીએ શુક્રવારે ટ્રમ્પને લેખક ઇ જીન કેરોલને વળતર પેટે $83.3 મિલિયન ચૂકવવાનો આદેશ આપ્યો હતો. ટ્રમ્પે કેરોલ પર જાતીય હુમલો અને બદનક્ષી કરી હતી.

જ્યુરીએ આદેશમાં કહ્યું હતું કે ટ્રમ્પે આ રકમ કેરોલને તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા બદલ ચૂકવવી પડશે. કેરોલના વકીલે તેમના ક્લાયન્ટને ઓછામાં ઓછા 1.2 કરોડ ડોલરનું નુકસાની આપવા માટે જ્યુરીને અપીલ કરી ત્યારે અંતિમ દલીલો દરમિયાન ટ્રમ્પ ખીચોખીચ ભરેલા કોર્ટરૂમની અચાનક બહાર નીકળી ગયા હતાં. કેરોલના વકીલે કહ્યું કે ટ્રમ્પે તેમના જાહેર નિવેદનો દ્વારા કેરોલને જૂઠી ગણાવી હતી. કેરોલ પ્રત્યે નફરત પેદા કરી હતી. તેનાથી તેની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું હતું.

કોર્ટમાંથી ટ્રમ્પની અચાનક વિદાયથી જસ્ટિસ લુઈસ એ કેપલાનને દરમિયાનગીરી કરીને જણાવ્યું હતું કે રેકોર્ડમાં નોંધ લેવાશે કે ટ્રમ્પ ઉભા થયા અને કોર્ટમાંથી બહાર નીકળ્યા હતા. ટ્રમ્પે વોકઆઉટ કર્યાના થોડા સમય પહેલા જ જજે ટ્રમ્પના વકીલ એલિના હુબાને પણ ચેતવણી આપતાં કહ્યું કે દલીલો પૂર્ણ કરવા છતાં વારંવાર ટોકવા પર તેમને જેલમાં મોકલી દેવાશે. તમે થોડો સમય જેલમાં વિતાવવાના આરે છો. હવે બેસી જાઓ.

કેરોલે ‘એલે’ મેગેઝિન માટે લાંબા સમયથી ચાલતી કોલમ લખી હતી. તેને 2019માં પ્રકાશિત પુસ્તકમાં પ્રથમ વખત આરોપ મૂક્યો હતો કે ટ્રમ્પે 1995ના અંતમાં અથવા 1996ની શરૂઆતમાં મેનહટનમાં એક લક્ઝરી ડિપાર્ટમેન્ટલ સ્ટોરના ડ્રેસિંગ રૂમમાં રેપ કર્યો હતો. આ આરોપોના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે આવું ક્યારેય ન થઈ શકે, કારણ કે કેરોલ મારા લેવલની નથી. આ પછી કેરોલે ટ્રમ્પ વિરુદ્ધ માનહાનિનો કેસ કર્યો હતો. બળાત્કારની ઘટનાને ઘણા વર્ષો વીતી ગયા હોવાથી કાયદા હેઠળ કેરોલ ટ્રમ્પ સામે રેપનો કેસ કરી શકી ન હતી.

LEAVE A REPLY

2 − 2 =