ખામીયુક્ત એકાઉન્ટિંગ સોફ્ટવેરને કારણે ચોરી માટે સેંકડો સબપોસ્ટમાસ્ટર્સને ખોટી રીતે દોષિત ઠેરવવાના કૌભાંડને લગતા તણાવ વચ્ચે બિઝનેસ મિનિસ્ટર કેમી બેડેનોકે તા. 28ના રોજ જાહેરાત કરી હતી કે તેમણે પોસ્ટ ઓફિસના ચેરમેન હેનરી સ્ટૉન્ટનને બરખાસ્ત કર્યા છે. ડિસેમ્બર 2022માં નિમાયેલા હેનરી સ્ટૉન્ટન ખામીયુક્ત હોરાઇઝન સૉફ્ટવેરના ઇન્સ્ટોલેશન દરમિયાન અથવા પછીના કાનૂની કેસોમાં હોદ્દો ધરાવતા ન હતા.
જાન્યુઆરીની શરૂઆતમાં સબપોસ્ટમાસ્ટર્સની લડત દર્શાવતા ટેલિવિઝન ડ્રામાએ રાષ્ટ્રને આંચકો આપ્યો હતો. તીવ્ર જાહેર પ્રતિક્રિયાએ બાદ વડા પ્રધાન ઋષિ સુનકે સંસદમાં જાહેરાત કરવી પડી હતી કે તેમની સરકાર બ્રિટનની ન્યાયની સૌથી મોટી કસુવાવડ તરીકે ઓળખાતા પીડિતોને “ઝડપથી મુક્તિ અને વળતર આપવામાં આવે તે સુનિશ્ચિત કરવા કાયદો બનાવશે.”
બેડેનોકે સ્કાય ન્યૂઝને કહ્યું હતું કે “અમે વાતચીત કરી હતી અને પોસ્ટ ઑફિસના વડા હેનરી સ્ટૉન્ટન સંમત થયા હતા કે પોસ્ટ ઑફિસ આગળ નવું નેતૃત્વ ધરાવે તે વધુ સારું છે. “ચોક્કસપણે” જાપાનીઝ ટેક ફર્મ ફુજિત્સુ આ કૌભાંડ અંગે વળતર ચૂકવશે તેવી મને અપેક્ષા છે. મેં ટેલિવિઝન નાટકમાં મેં જે જોયું છે તેના પુરાવાઓથી હું વ્યક્તિગત રીતે ગભરાઈ ગઇ છું.”
અગાઉના પોસ્ટ ઓફિસના વડા પૌલા વેનેલ્સ અને અન્ય લોકો પર સોફ્ટવેરની સમસ્યાઓ વિશે જાણ્યા પછી પણ કાર્યવાહી ચાલુ રાખી હોવાનો આરોપ છે.
IT સિસ્ટમમાં ત્રુટિઓને કારણે 1999 અને 2015 ની વચ્ચે 700થી વધુ સબપોસ્ટમાસ્ટરને ચોરી અથવા ખોટા એકાઉન્ટિંગ માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા. કેટલાક જેલમાં ગયા, નાદાર બન્યા અથવા તેમના ઘરો ગુમાવ્યા. ચાર જણાએ આત્મહત્યા કરી હતી.
બેડેનોકે ફુજિત્સુના અધ્યક્ષને પત્ર લખીને મીટિંગ માટે પૂછ્યું છે.