ભારત સરકારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ના વળતર પેટે ગુજરાતને કુલ 1672.35 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે. આ બાકી રકમ માટે રાજ્ય સરકારે નાણાં મંત્રાલયને જાણ કરી હતી. વિધાનસભામાં રાજ્યના નાણા પ્રધાન કનુભાઇ દેસાઇએ જીએસટી કાયદા અન્વયે વળતર અંગેના એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, ભારત સરકાર પાસેથી જીએસટી વળતર પેટે ફેબ્રુઆરી 2023માં 864.62 કરોડ અને જુલાઇ 2023માં 9020.97 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.
31મી ડિસેમ્બર 2022ની સ્થિતિએ જીએસટી વળતર પેટે 9136.26 કરોડ બાકી હતા, ત્યારબાદ એકાઉન્ટન્ટ જનરલ દ્વારા રાજ્યની આવક પ્રમાણિત થતાં રાજ્યને મળવાપાત્ર બાકી વળતર 11,557.94 કરોડ નક્કી કરવામાં આવ્યું હતું જે પૈકી 1672.35 કરોડ મળવાના બાકી છે.

LEAVE A REPLY