પ્રતિક તસવીર (Photo by LEON NEAL/POOL/AFP via Getty Images)

બ્રિટનમાં નવા શાહી યુગના પ્રતીક તરીકે યુકે સરકારે સત્તાવાર GOV.UK ડિજિટલ સેવાઓ પરનો લોગો બદલી તેમાં રાજા ચાર્લ્સ IIIના પસંદ કરેલા ગુંબજવાળા તાજનો સમાવેશ કર્યો છે. આ સરકારી વેબસાઇટનો રોજિંદા વ્યવહાર માટે તમામ વિભાગો ઉપયોગ કરે છે. અગાઉ આ લોગોમાં સ્વર્ગસ્થ રાણી એલિઝાબેથ દ્વિતીયનો તાજ હતો.

સપ્ટેમ્બર 2022માં 75 વર્ષve કિંગ ચાર્લ્સે સિંહાસન સંભાળ્યું, ત્યારે તેમણે પોતાના રોયલ સાયફરમાં ટ્યુડર ક્રાઉનનો ઉપયોગ કરવાનું પસંદ કર્યું હતું. તેમની સ્વર્ગસ્થ માતા રાણી એલિઝાબેથ II સેન્ટ એડવર્ડનો ક્રાઉન ઉપયોગ કરતાં હતાં.

ટ્યુડર ક્રાઉનની ડિઝાઇન તેના સહેજ વધુ ગુંબજવાળા દેખાવથી અલગ પડે છે. આ કાઉન હવે  બ્રિટિશ સરકારની તમામ નોટિસોમાં પ્રતિકાત્મક છબી બની જશે.

સોમવારે ફેરફારની જાહેરાત કરતાં નાયબ વડા પ્રધાન ઓલિવર ડાઉડને જણાવ્યું હતું કે રાજાના રાજ્યારોહણ પછી અમે ટ્યુડર ક્રાઉનની નવી ડિઝાઇન પ્રતિબિંબિત કરવા માટે રાજ્યના પ્રતીકો અપડેટ કરી રહ્યા છીએ. ડિજિટલ વિશ્વ હવે આપણા જીવનનો એક અભિન્ન હિસ્સો છે અને સરકારને રાજાના પસંદ કરેલા તાજનું સન્માન કરીને GOV.UKમાં આ પરિવર્તન બદલ ગર્વ છે.

LEAVE A REPLY