(ANI Photo)c

બોલિવૂડ સેલિબ્રિટી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ સપ્ટેમ્બરે પ્રથમ બાળકના માતાપિતા બનશે. દંપતીએ 29 ફેબ્રુઆરીએ આ અંગે ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત કરી હતી. તેમની આ જાહેરાતની સાથે અભિનંદનની વર્ષા થઈ હતી.

આ કપલના લગ્ન નવેમ્બર 2018માં થયાં હતાં અને લગ્નને 5 વર્ષથી વધુ સમય થઈ ગયો છે  અભિનેત્રી દીપિકા પાદુકોણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કર્યો હતો. જેમાં માત્ર  સપ્ટેમ્બર 2024 જ લખેલું છે. આ ફોટોમાં નાના બાળકના કપડા, ટોપી, શૂઝ જેવા ફોટા હતાં. આ ફોટા પર દીપિકા અને રણબીર લખેલું હતું. આ પરથી એવું લાગી રહ્યું છે કે અભિનેત્રી સપ્ટેમ્બરમાં બાળકને જન્મ આપવા જઈ રહી છે.

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે છ વર્ષ સુધી ડેટિંગ કર્યા પછી 14 નવેમ્બર, 2018ના રોજ ઈટાલીના લેક કોમોમાં લગ્ન કર્યા હતા. તેમની પ્રથમ મુલાકાત સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગોલિયોં કી રાસલીલા રામ-લીલાના સેટ પર થઈ હતી. બાદમાં તેઓએ બાજીરાવ મસ્તાની અને પદ્માવતમાં પણ સાથે કામ કર્યું હતું. નવેમ્બર 2023 માં, રણવીર અને દીપિકાએ બેલ્જિયમમાં તેમની 5મી લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરી હતી. હવે તેઓ તેમના પ્રથમ બાળકની અપેક્ષા રાખી રહ્યા છે. આજે દીપિકા અને રણવીરે ઇન્સ્ટાગ્રામ પર ગર્ભાવસ્થાના સમાચારની જાહેરાત કરી છે. તેઓએ લખ્યું કે તેમનું બાળક સપ્ટેમ્બર 2024માં આવી રહ્યું છે.

 

 

LEAVE A REPLY

16 − 12 =