આ મહિને પ્રથમ વખત લેસ્ટરમાં શ્રી હનુમાન મંદિરના ભક્તો દ્વારા મેલ્ટન રોડ પરના રુશી ફિલ્ડ્સ પર હિન્દુ સંસ્કૃતિમાં ઊંડું મહત્વ ધરાવતા અને વસંતના આગમન અને શિયાળાના અંતને દર્શાવતા “હોળી”ના તહેવારનું આયોજન રવિવાર 24મી માર્ચે સાંજે 4.30 વાગ્યે કરવામાં આવ્યું છે.
શ્રી હનુમાન મંદિરના સેક્રેટરી રાજેશ પટેલે જણાવ્યું હતું કે “આનંદ, મિત્રતા અને વસંતની સુંદરતાને સ્વીકારવા માટે સ્થાનિક સમુદાયને એકસાથે લાવવું મહત્વપૂર્ણ છે. રુશી ફિલ્ડ્સ મંદિરની બાજુમાં આવેલ યોગ્ય સ્થાન છે જે લોકોને સુરક્ષિત અને આનંદપ્રદ વાતાવરણ પૂરું પાડે છે.’’
સાંજે 4.30 કલાકે હોલિકા દહન સાથે ઉદ્દઘાટન સમારોહ સાથે શરૂ થશે અને સાંજે 8.30 વાગ્યે સમાપ્ત થશે. ભક્તો પોપકોર્ન, નાળિયેર અને ચણા અર્પણ કરી ધાર્મિક વિધિઓ કરશે. સંપર્ક: શ્રી હનુમાન મંદિર 0116 266 5717, ઇમેઇલ info@salangpurdhamleicester.org.uk
