સોમવારે તા. 25 માર્ચના રોજ બહાર પડનારા ન્યૂ યુકે પબ્લિક એટીટ્યુડ્સ રિસર્ચમાં ઇમિગ્રેશન અને એસાયલમ બાબતે લોકોના વલણની તપાસ કરવામાં આવી છે. ઇપ્સોસ/બ્રિટિશ ફ્યુચર ઇમિગ્રેશન એટિટ્યુડ ટ્રેકરે 2015થી ઇમિગ્રેશન પ્રત્યેના લોકોના વલણને ટ્રેક કર્યા છે.
આ અહેવાલમાં નીચેના મુખ્ય મુદ્દાઓની શ્રેણી પર જાહેર વલણની તપાસ કરવામાં આવી છે જેમાં સરકારના ઈમિગ્રેશનના સંચાલનથી લોકોનો સંતોષ; ઈમિગ્રેશન પર મુખ્ય રાજકીય પક્ષોમાં જનતાનો વિશ્વાસ અને આ મુદ્દે અગ્રણી રાજકારણીઓમાં વિશ્વાસ; ઈમીગ્રેશનના આકંડાઓ બાબતે લોકોનું વલણ: શું લોકો ઈચ્છે છે કે સંખ્યા ઘટે, વધે કે સમાન રહે; વિવિધ નોકરીઓ માટે ઇમીગ્રન્ટ પ્રત્યેનું વલણ: શું લોકો યુકેમાં આવતા ડોકટરો, કેર વર્કર્સ, લોરી ડ્રાઇવરો અથવા હોસ્પિટાલિટી સ્ટાફની સંખ્યામાં ઘટાડો કરશે? આ ઉપરાંત અભ્યાસ માટે ઇમિગ્રેશન પ્રત્યે વલણ, એસાયલમ, ચેનલ ક્રોસિંગ અને રવાંડા યોજનાનો સમાવેશ થાય છે.
બ્રિટન ચૂંટણી તરફ આગળ વધી રહ્યું છે ત્યારે કન્ઝર્વેટિવ અને લેબર પક્ષમાં ઇમિગ્રેશન અને એસાયલમ અંગે યોગ્ય નીતિઓ માટે લોકોના વિશ્વાસને વિગતવાર જોવામાં આવી રહ્યો છે. તે રીપોર્ટ કન્ઝર્વેટિવ અને લેબર સમર્થકો વચ્ચેના મંતવ્યો અને બે મુખ્ય પક્ષો માટે તેનો અર્થ શું છે તેની પણ તપાસ કરે છે.