(Photo by Jack Taylor/Getty Images)

યુકે સરકારે ઇઝરાયેલમાં ઓક્ટોબર 2023માં હમાસના આતંકવાદી હુમલા પછી વધતા જોખમોના જવાબમાં અને ઉદારવાદી લોકશાહી સિદ્ધાંતોને ઉગ્ર રાઇટ વિંગ અને ઇસ્લામિક ઉગ્રવાદીઓ સામે રક્ષણ આપવા માટે ઉગ્રવાદની નવી, વધુ ચોક્કસ વ્યાખ્યા તા. 14 માર્ચે પાર્લામેન્ટમાં જારી કરી હતી.

યુકેમાં ઉગ્રવાદને હવેથી હિંસા, તિરસ્કાર અથવા અસહિષ્ણુતા પર આધારિત વિચારધારાના પ્રોત્સાહન અથવા પ્રગતિ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવશે. જેનો ઉદ્દેશ્ય અન્યના મૂળભૂત અધિકારો અને સ્વતંત્રતાઓને નકારી કાઢવા અથવા નાશ કરવાનો; યુકેની ઉદાર સંસદીય લોકશાહી અને લોકશાહી અધિકારોની સિસ્ટમને નબળી પાડવાનો, ઉથલાવી કે બદલવાનો; અથવા ઈરાદાપૂર્વક ઉપરના બે પરિણામો હાંસલ કરવા માટે અન્ય લોકો માટે અનુમતિપૂર્ણ વાતાવરણ બનાવવાનો છે.

વડા પ્રધાન ઋષિ સુનકે બુધવાર તા. 13ના રોજ હાઉસ ઓફ કોમન્સમાં વડા પ્રધાનના પ્રશ્નો (PMQs) વખતે સંબોધતા જણાવ્યું હતું કે ‘’મારી સરકાર દેશની લોકતાંત્રિક સંસ્થાઓને હાઇજેક કરવા માગતી ઉગ્રવાદી પ્રવૃત્તિમાં થતા વધારાને પહોંચી વળવા માટે સાધનો રાખવા માટે પ્રતિબદ્ધ છે. નવી વ્યૂહરચનાથી માન્યતાઓ, કે મુક્ત વાણીની સ્વતંત્રતાને અસર થશે નહીં. નવા પગલાઓ અસહિષ્ણુતા, દ્વેષ અથવા હિંસા પર આધારિત વિચારધારાને પ્રોત્સાહન આપતા જૂથો અથવા વ્યક્તિઓ પર પ્રતિબંધ મૂકવાની અપેક્ષા રાખે છે અને યુકે સરકાર કયા જૂથો અને વ્યક્તિઓને સમર્થન અથવા ભંડોળ આપી શકે છે તે સ્પષ્ટપણે નિર્ધારિત કરે છે.’’

આ ટિપ્પણીઓ આર્કબિશપ્સ ઓફ કેન્ટરબરી અને યોર્કના જસ્ટિન વેલ્બી અને સ્ટીફન કોટ્રેલે એક સંયુક્ત નિવેદનમાં ચેતવણી આપતાં જણાવ્યું હતું કે “ઉગ્રવાદની નવી વિસ્તૃત વ્યાખ્યા દેશના મુસ્લિમ સમુદાયો માટે જોખમ ઊભું કરે છે અને તે માત્ર અજાણતાં વાણી સ્વાતંત્ર્યને જ જોખમમાં નથી મૂકતી, તે ધર્મ પાળવાના અને શાંતિપૂર્ણ વિરોધના અધિકારને પણ જોખમમાં મૂકે છે – જે બાબતોને સખત રીતે જીતવામાં આવી છે અને સંસ્કારી સમાજની રચના બનાવે છે. નિર્ણાયક રીતે, તે અપ્રમાણસર રીતે મુસ્લિમ સમુદાયોને લક્ષ્ય બનાવવાનું જોખમ ધરાવે છે, જેઓ પહેલેથી જ નફરત અને દુરુપયોગના વધતા સ્તરનો અનુભવ કરી રહ્યાં છે. અમે યુકેમાં જાહેર જીવન માટે સૂચિત વ્યૂહરચનાનાં અસરો અંગે ચિંતિત છીએ. યુકેનો જીવનના તમામ ક્ષેત્રોના લોકોને આવકારવાનો અને વિવિધતાની ઉજવણી કરવાનો ગૌરવપૂર્ણ ઇતિહાસ છે. અમે સમુદાયોનો બનેલો સમાજ છીએ. આપણા નેતાઓએ તેની પ્રશંસા કરવી જોઈએ અને તેનો પ્રચાર કરવો જોઈએ – અને આપણને એકસાથે લાવે તેવી નીતિઓને અનુસરવી જોઈએ, નહિં કે અલગ પાડવાનું જોખમ લેવું જોઇએ.”

યુકે લેવલિંગ અપ અને કોમ્યુનિટીઝ સેક્રેટરી માઈકલ ગોવે દાવો કર્યો છે કે યુકે માટેનો અપડેટેડ અને વધુ કેન્દ્રિત રીપોર્ટ એ સુનિશ્ચિત કરશે કે સરકાર અજાણતામાં લોકશાહીને નષ્ટ કરવા અને અન્ય લોકોના મૂળભૂત અધિકારોને નકારી કાઢનારાઓને પ્લેટફોર્મ પૂરું પાડશે નહીં. આ નવી વ્યાખ્યા વૈધાનિક નથી, નવી સત્તાઓ બનાવતી નથી અને દેશના હાલના ફોજદારી કાયદા પર તેની કોઈ અસર થતી નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે આ મહિનાની શરૂઆતમાં 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતેથી, વડા પ્રધાન ઋષિ સુનકે ચેતવણી આપી હતી કે ‘’બ્રિટનની બહુ-વંશીય લોકશાહી અને બધા ધર્મના મૂલ્યોને ઇરાદાપૂર્વક ઇસ્લામિક અને ફાર રાઇટ ઉગ્રવાદીઓ દ્વારા નબળી પાડવામાં આવી રહી છે, અને સમસ્યાનો સામનો કરવા માટે વધુ કરવાની જરૂર છે. સમય આવી ગયો છે કે આપણે બધા વિભાજનની શક્તિઓ સામે લડવા અને આ ઝેરને હરાવવા માટે એકસાથે ઊભા રહીએ. અમે એવા લોકોને આ દેશમાં પ્રવેશતા અટકાવવા માટે પણ કાર્યવાહી કરીશું જેનો ઉદ્દેશ્ય તેના મૂલ્યોને નબળી પાડવાનો છે. હોમ સેક્રેટરીએ સૂચના આપી છે કે જે લોકો વિરોધ પ્રદર્શનોમાં નફરત ફેલાવવાનું પસંદ કરે છે અથવા લોકોને ડરાવવા માંગે છે તેમના જો વિઝા રદ કરી અમે તેમનો અહીં રહેવાનો અધિકાર દૂર કરીશું.”

આ અગાઉ 2011માં સરકારની પ્રિવેન્ટ વ્યૂહરચના હેઠળ વ્યાખ્યા રજૂ કરાઇ હતી. જ્યુઇશ સેફ્ટી વોચડોગ ‘કોમ્યુનિટી સિક્યોરિટી ટ્રસ્ટ’ના જણાવ્યા અનુસાર ‘’ ઓક્ટોબર 7ના હુમલાને કારણે 2023માં યુકેમાં એન્ટિસેમિટિક ઘટનાઓમાં 147 ટકાનો વધારો થયો હતો.

LEAVE A REPLY

18 − 17 =