. (PTI Photo)

છત્તીસગઢના કાંકેર જિલ્લામાં મંગળવારે એક એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષા દળો એક ટોચના માઓવાદી નેતા સહિત 20 માઓવાદીઓને ઠાર કર્યાં હતા. ટોચના માઓવાદી લીડર શંકર રાવર માટે રૂ.25 લાખનું ઇનામ જાહેર કરાયું હતું. સુરક્ષા દળોને ઘટનાસ્થળેથી એક-47 અને ઇન્સાસ રાઇફલ્સ સહિત મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા હતાં.

જિલ્લા રિઝર્વ ગાર્ડ અને બોર્ડર સિક્યુરિટી ફોર્સની સંયુક્ત ટીમ પર હુમલો થયા બાદ બીનાગુંડા ગામ નજીક જંગલોમાં થયેલી ગોળીબારમાં ત્રણ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા. ઘાયલ થયેલા ત્રણમાંથી બે બીએસએફ જવાનો છે. તેમની હાલત સ્થિર હતી, પરંતુ ત્રીજા જવાનની હાલત ગંભીર હતી. ત્રણેયને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર મળી હતી અને તેમને મોટી હોસ્પિટલમાં  ખસેડવાની તૈયારી ચાલુ કરાઈ હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે એન્કાઉન્ટર લગભગ બપોરે 2 વાગ્યે ચાલુ થયું હતું. સંયુક્ત DRG-BSF ટીમ માઓવાદી વિરોધી ઓપરેશન ચલાવી રહી હતી. DRGની સ્થાપના 2008માં રાજ્યમાં માઓવાદી પ્રવૃત્તિઓનો સામનો કરવા માટે કરવામાં આવી હતી, અને સરહદ સુરક્ષા દળને બળવાખોરીનો સામનો કરવા માટે આ વિસ્તારમાં વ્યાપકપણે તૈનાત કરવામાં આવ્યા છે.ગયા મહિને જિલ્લામાં થયેલા એક બીજા એન્કાઉન્ટરમાં એક માઓવાદી અને એક પોલીસના મોત થયા હતો. તાજેતરની એન્કાઉન્ટર પછી, આ વર્ષે અત્યાર સુધીમાં કાંકેર સહિત સાત જિલ્લાઓનો સમાવેશ કરતા બસ્તર ક્ષેત્રમાં સુરક્ષા દળો સાથે અલગ-અલગ એન્કાઉન્ટરમાં 79 નક્સલવાદીઓ માર્યા ગયા છે.2 એપ્રિલે, બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 13 જેટલા નક્સલવાદીઓ માર્યા ગયા હતા.

LEAVE A REPLY

5 × one =