નવનાત વણિક એસોસિએશન દ્વારા 18મી ઓગસ્ટ 2024ના રોજ જન્માષ્ટમી મેળાનું શાનદાર આયોજન કરાયું હતું. જેમાં 1600 થી વધુ લોકોએ હાજરી આપી પ્રવાસ, શિક્ષણ, ભારતીય ખોરાક અને ફેશન, જ્વેલરી, બ્યુટી પ્રોડક્ટ્સ, બોમ્બે સ્ટ્રીટ ફૂડ, પીણાં, ગોલ્સ, પિઝા વાન અને આઈસ્ક્રીમને આવરી લેતા 66થી વધુ સ્ટોલનો આનંદ લીધો હતો.

બાળકોએ મેળાના કિડ્સ ઝોનમાં બાઉન્સી કાસલ, મેરી-ગો-રાઉન્ડ, ફેસ પેઇન્ટિંગ અને 13 વર્ષથી વધુ ઉંમરના બાળકો અને પુખ્ત વયના લોકો માટે ખાસ રાઇડ હતી.

હિલિંગ્ડનના મેયર કોલીન સુલિવાન અને હેરોના કાઉન્સિલર અને પૂર્વ મેયર નીતિનભાઈ પારેખ ઉપસ્થિત રહ્યા હતા.

સંસ્થાના પ્રમુખ જસવંતભાઈ દોશીએ સૌને આવકાર આપ્યો હતો. સેક્રેટરી સુભાષભાઈ બખીયાએ દાતાઓ, મહેમાનો અને સૌનો આભાર માન્યો હતો.

આ પ્રસંગે સૌએ રેફલ, બોલિવૂડ ગીતો અને નૃત્યો તથા સંસ્થાના કલાકારના મનોરંજનનો લાભ લીધો હતો. સાંજે ભગવાન કૃષ્ણના જન્મની ઉજવણી કરવામાં આવી હતી અને મટકી તોડવાનો તથા રાસલીલાનો લોકોએ આનંદ માણ્યો હતો. 600થી વધુ કાર પાર્કની વ્યવસ્થા કરાઇ હતી.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments