જ્યોર્જટાઉન [ગિયાના], નવેમ્બર 21 (ANI): વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જ્યોર્જટાઉનમાં, કોઓપરેટિવ રિપબ્લિક ઓફ ગુયાનાની સંસદની નેશનલ એસેમ્બલીના વિશેષ સત્રને સંબોધિત કર્યું. (ANI ફોટો)

ગયાના અને ડોમિનિકાએ 21 નવેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું તેમના સર્વોચ્ચ એવોર્ડથી સન્માન કર્યું હતું. કોરોના મહામારી દરમિયાન યોગદાન અને વૈશ્વિક સમુદાયમાં અસાધારણ યોગદાન તથા બે કેરેબિયન રાષ્ટ્રો સાથે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાના પ્રયાસો માટે મોદીનું આ ટોચના એવોર્ડથી સન્માન કરાયું હતું.

ત્રણ દેશોની મુલાકાતના છેલ્લા તબક્કામાં મોદી ગુયાના ગયા હતા., બુધવારે ગયાનના પ્રેસિડન્ટ ઇરફાન અલીએ ‘ધ ઓર્ડર ઓફ એક્સેલન્સ’ એવોર્ડ એનાયત કર્યો હતો. ભારતના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર ગયાનાના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત થનારા મોદી ચોથા વિદેશી નેતા છે.

આ પહેલા જ્યોર્જટાઉનમાં ભારત-CARICOM સમિટ દરમિયાન ડોમિનિકાના પ્રેસિડન્ટ સિલ્વેની બર્ટન દ્વારા “ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર”થી મોદીનું સન્માન કરાયું હતું.મોદીએ X પર એક પોસ્ટમાં કહ્યું હતું કે “ડોમિનિકા દ્વારા સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત થવાનું સન્માન. હું તેને ભારતના 140 કરોડ લોકોને સમર્પિત કરું છું.”

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments