REUTERS/Dado Ruvic/Illustration/File Photo

બીપીએ તેના કેસ્ટ્રોલ લુબ્રિકન્ટ્સ બિઝનેસનો 65 ટકા હિસ્સો યુએસ પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ સ્ટોનપીકને લગભગ $6 બિલિયનમાં વેચવા સંમતિ આપી છે. બ્રિટનની આ અગ્રણી ઓઇલ કંપનીએ દેવું ઘટાડવા અને વળતર વધારવા માટે $20 બિલિયનના ડિવેસ્ટમેન્ટની યોજના બનાવી છે અને આ યોજનાને ભાગરૂપે તે આ હિસ્સો વેચશે.

આ સોદામાં કેસ્ટ્રોલનું વેલ્યુએશન આશરે 10.1 અબજ ડોલર આંકવામાં આવ્યું હતું. આ હિસ્સાનું વેચાણ બીપીની સૌથી મોટી એસેટનું વેચાણ છે. બીપી સ્ટોનપીક સાથેના નવા સંયુક્ત સાહસમાં ૩૫ ટકા હિસ્સો જાળવી રાખશે, જેને તે બે વર્ષના લોક-ઇન સમયગાળા પછી વેચી શકે છે.

બીપીએ જણાવ્યું હતું કે તે આ રકમનો ઉપયોગ દેવું ઘટાડવા માટે કરશે અને 2026ના અંત સુધીમાં સોદો પૂર્ણ થવાની અપેક્ષા રાખે છે. તે 2027ના અંત સુધીમાં ચોખ્ખું દેવું $26 બિલિયનથી ઘટાડીને $14 બિલિયન અને $18 બિલિયનની વચ્ચે કરવા માટે $20 બિલિયનની સંપત્તિ વેચવાની યોજના ધરાવે છે. કેસ્ટ્રોલ ટ્રાન્ઝેક્શન પછી બીપીની પૂર્ણ અને જાહેર કરાયેલી ડિવેસ્ટમેન્ટની રકમ લગભગ $11 બિલિયન જેટલી છે.

એક અલગ નિવેદનમાં સ્ટોનપીકે જણાવ્યું હતું કે કેનેડા પેન્શન પ્લાન ઇન્વેસ્ટમેન્ટ બોર્ડ સોદાના ભાગ રૂપે $1.05 બિલિયન સુધીનું રોકાણ કરશે અને કેસ્ટ્રોલમાં પરોક્ષ હિસ્સો મેળવશે.

LEAVE A REPLY